મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓને ફ્રુટ-ઠંડાપીણાનું વિતરણ
SHARE






મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓને ફ્રુટ-ઠંડાપીણાનું વિતરણ
ફાગણી પૂનમના રોજ ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે ઘણા પદયાત્રીઓ દ્વારકા દર્શન કરવા માટે જતાં હોય છે ત્યારે પદયાત્રીઓ માટે સેવા કેમ્પ પણ ઘણા કરવામાં આવે છે તેવામાં પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વાહન સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે જતાં પદયાત્રીઓને ફ્રુટ, પાણી અને ઠંડાપીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના 10 થી વધુ સભ્યો જુદાજુદા બે વાહનોમાં સાથે રહ્યા હતા અને મોરબીથી જામ ખંભાળીયા સુધી પદયાત્રીઓને રસ્તામાં ઠંડા-પીણા, ફ્રુટ સહિતનું વિતરણ કરીને માનવ સેવા કરી હતી.


