મોરબીની સેવાકીય સંસ્થાને અમદાવાદ ખાતે મહિલાઓના ઉત્કર્ષ કાર્યો માટે સન્માનિત કરવામાં આવી મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખને શ્રીફળ, સાકરના પળાથી વધાઈ આપતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા મોરબીના ઘૂટું ગામે રોડના કામમાં નડતરરૂપ બાપા સીતારામની મઢૂલી સહિતના દબાણોને તોડી પાડ્યા વાંકાનેર સીટી પોલીસે જુદાજુદા અરજદારોના ૨.૯૪ લાખના ૧૧ મોબાઈલ શોધીને પરત આપ્યા હળવદના ઇસનપુર પાસે આઈ.ઓ.સી.એલ. દ્વારા ઑફ સાઈટ મોક ડ્રિલ યોજાઇ મોરબી જિલ્લામાં ધૂળેટીના દિવસે જાહેર રસ્તાઓ ઉપર રંગો ઉડાડવા સહિતના કૃત્યો પર પ્રતિબંધ મોરબી જિલ્લામાં આકરા તાપમાનમાં લૂ લાગવાથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર મોરબીના ઝૂલતા પુલ કેસમાં આરોપીઓએ કરેલ ડિસ્ચાર્જ અરજીમાં 15 એપ્રિલની મુદત: જયસુખભાઇ પટેલને મોરબીમાં પ્રવેશવાની કોર્ટે આપી મંજૂરી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં યોજાયેલ લોક અદાલતોમાં ૫૩૦૮ કેસનો નિકાલ કરાયો


SHARE











મોરબી જીલ્લામાં યોજાયેલ લોક અદાલતોમાં ૫૩૦૮ કેસનો નિકાલ કરાયો

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન ડી.પી.મહીડા તથા સચિવ ડી.એ. પારેખના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા ન્યાયાલય તથા તાબા હેઠળ આવેલ વાંકાનેર, હળવદ, ટંકારા અને માળિયા (મી.) ખાતે લોક અદાલત યોજાઇ હતી. જેમાં કુલ મળીને ૫૩૦૮ કેસનો નિકાલ કરવામાં આવેલ છે.

લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ના કેસો, લગ્ન સંબંધી ફેમીલી કેસો, મહેસુલ કેસો, ભરણપોષણના કેસો, એલ.એ.આર કેસો, હિંદુ લગ્નધારો, મજુર અદાલતના કેસો, ટ્રાફિક ઈ ચલણને લગતા પ્રી-લીટીગેશનના કેસો, દિવાની દાવા જેવા કે ભાડાના, બેંકના વિગેરે વીજળી તથા પાણીના (ચોરી સિવાયના) કેસો, મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ અંતર્ગત અકસ્માતને લગતા કેસો સમાધાન માટે મુકવામાં આવ્યા હતા

લોક અદાલતમાં પેન્ડીંગ કેસોમાંથી કુલ ૫૯૮૭ કેસોમાંથી ૩૨૫૬ કેસોનો નિકાલ થયેલ છે. જેથી કરીને ૧૦ કરોડની રકમનું સમાધાન થયેલ છે, જીલ્લાના કુલ ૪૭૫૨ પ્રી-લીટીગેશનના કેસોમાંથી ૧૧૯૧ કેસોમાં ૧. ૧૪ કરોડની રકમનું સમાધાન થયું હતું તેમજ ઈ ચલણના કુલ ૮૬૧ કેસો પુરા થતા આશરે ૫ લાખ જેટલી વસુલાત કરવામાં આવી હતી.

વાંકાનેર તાલુકાના રાજવી પરિવાર રણજીતસિંહ તથા સ્વ. દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલાના વારસદારો વચ્ચે આશરે ૧૭ વર્ષ જુના સ્થાવર તથા જંગમ મિલકતના વિખવાદને લગતા દીવાની તકરારનો રાજવી પરિવારના સભ્યો વચ્ચે તેઓના વિદ્વાન વકીલના સહયોગથી સુખદ સમાધાન થતા રાજવી પરિવાર દ્વારા હર્ષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.








Latest News