મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં અયોધ્યાપૂરી અને વાવડી રોડે દારૂની બે રેડ: 21 બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા


SHARE









મોરબીમાં અયોધ્યાપૂરી અને વાવડી રોડે દારૂની બે રેડ: 21 બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા

મોરબી શહેરના અયોધ્યાપૂરી મેઇન રોડ પાસે આવેલ મદીના પેલેસ સામે તથા વાવડી રોડ ઉપર દારૂની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુળ મળીને 21 બોટલ દારૂ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે અને હાલમાં બે શખ્સની પોલીસે ધરપકડ કરેલ છે જો કે, એક શખ્સનું નામ સામે આવેલ હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના અયોધ્યાપૂરી મેઇન રોડ પાસે આવેલ મદીના પેલેસ સામેની શેરીમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની જુદી જુદી બ્રાન્ડની 15 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 5688 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી નિજામભાઈ જુસબભાઈ કટિયા (26) રહે. અયોધ્યાપુરી રોડ મચ્છુ માતાના મંદિર સામે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ શખ્સે દારૂની બોટલો વસીમ ઉર્ફે કાબરો અલીભાઈ મોવર રહે. ધ્રાંગધ્રા વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવતા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને શખ્સની સામે ગુનો નોંધીને પોલીસે વસીમ ઉર્ફે કાબરો મોવરને પકડવા માટે તજવીજ હાથ ધરી છે

આવી જ રીતે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ નાયરાના પંપ સામે ઉમિયા સોસાયટીના ગેટ પાસેથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની છ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 4176 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી લખનભાઈ ઉર્ફે રાજુ નીતિનભાઈ ભટ્ટી (20) રહે. પ્રભુનગર મકાન નં-13 વાવડી રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના નાનીવાવડી ગામે રહેતા હરીશભાઈ લક્ષ્મણભાઈ ભૂંભરીયા (56) ને નાની વાવડી ગામે આવેલ દશામાના મંદિર પાસે ઘરે તેના દીકરાએ માર મારતા ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરી હતી




Latest News