મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખને શ્રીફળ, સાકરના પળાથી વધાઈ આપતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા
મોરબીની સેવાકીય સંસ્થાને અમદાવાદ ખાતે મહિલાઓના ઉત્કર્ષ કાર્યો માટે સન્માનિત કરવામાં આવી
SHARE






મોરબીની સેવાકીય સંસ્થાને અમદાવાદ ખાતે મહિલાઓના ઉત્કર્ષ કાર્યો માટે સન્માનિત કરવામાં આવી
મોરબીમાં છેલ્લા 14 વર્ષથી સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિ કરનાર વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીને અમદાવાદ ખાતે સન્માનિત કરવામાં આવ્યું હતું અને વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે સીવણ ક્લાસ, પાર્લર ક્લાસ તેમજ નવ સમૂહલગ્ન થકી 276 ગરીબ કન્યાઓને પ્રભુતામાં પગલાં મુકાવેલ છે તેમજ ગરીબ પરિવારની કન્યાઓને ટ્રસ્ટ દ્વારા શિક્ષણમાં મદદરૂપ થતું હોવાના કારણે અમદાવાદ ખાતે મહિલા દિન નિમિત્તે AMA હોલમાં યોજાયેલ COL WOMANIA AWARDS-2025 કાર્યક્રમમાં વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડો.પરેશકુમાર પારીઆને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા ચહેરાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા જેમાં લોકપ્રિય "ભાઈ ભાઈ" ફેમ ગાયક અરવિંદ વેગડા અને પ્રતિષ્ઠિત અભિનેત્રી જૈમિની ત્રિવેદી સહિતના હાજર રહ્યા હતા. અને COL WOMANIA AWARDS-2025 એ એક પરિવર્તનની લહેર છે, જે મહિલાઓ અને પુરુષોને સમાન રીતે ઉજવણી માટેનું એક મંચ પ્રદાન કરેલ છે તેવું આયોજકોએ જણાવ્યુ હતું.


