મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર માળીયા (મી)ના ખીરઈ ગામનો બનાવ: આ ખેતર અમારું છે કહીને ખેતરના મલીકને ભાડાકે દેવાની બે શખ્સે આપી ધમકી મોરબીમાં કતલખાને લઈ જવાતા પાડાને ગૌ રક્ષકોએ બચાવ્યો: બે સામે ફરિયાદ મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં અનેક ગુનામાં સંડોવાયેલ બી.કે.બોરીચાનું સરઘસ કાઢતી પોલીસ, ઘરમાંથી મળી આવેલા ડોક્યુમેન્ટ બાબતે ઊંડાણપૂર્વની તપાસ ચાલુ: DYSP


SHARE







મોરબી શહેરમાં વ્યાજખોરી, દારૂ, જમીન પચાવી પાડવી વિગેરે જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા બી.કે.બોરીચાનું આજે ડીવાયએસપીની હાજરીમાં મોરબીના સનાળા રોડ ઉપર સરઘસ કાઢવામાં આવ્યું હતું અને આ શખ્સના ઘરેથી મળી આવેલા ડોક્યુમેન્ટ બાબતે હાલમાં પોલીસ વિભાગ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે અને જે કોઈ વ્યક્તિ બી.કે.બોરીચાનો ભોગ બનેલ હોય તેના દ્વારા મોરબીમાં ફરિયાદ નોંધાવવામાં પોલીસ તેઓની સાથે જ છે તેવી ડીવાયએસપી દ્વારા ખાતરી આપવામાં આવી છે.

મોરબીના જેલ રોડ ઉપર આવેલ બોરીચાવાસ વિસ્તારમાં રહેતા બી.કે. બોરીચા નામના શખ્સના ઘરની અંદરથી બે દિવસ પહેલા પોલીસે ચેક કર્યું હતું ત્યારે ઘરમાંથી બિયરના 22 ટીન મળી આવ્યા હતા જે બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સની સામે ગુનો નોંધાયો હતો અને હાલમાં બી.કે. બોરીચાને રિમાન્ડ ઉપર લઈને પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે તેના ઘરમાંથી કેટલાક ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા હતા જે બાબતે હાલમાં ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે તેવામાં રવિવારે બપોરે દોઢેક વાગ્યાના અરસામાં મોરબીના સનાળા રોડ ઉપર બી.કે.બોરીચાનું સરઘસ કાઢવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આ તકે મોરબીના ડીવાયએસપી જે.એમ.આલ દ્વારા પત્રકારોને માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે બી.કે. બોરીચા સામે વ્યાજખોરી, દારૂ, જમીન પચાવી પાડવી વિગેરે જેવા ગુના અગાઉ નોંધાયેલ છે. જેથી તેની સાથે આ ગુનાઓમાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તે દિશામાં તપાસ ચાલી રહી છે આ ઉપરાંત તેના ઘરમાંથી કેટલાક ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે જેના આધારે હાલમાં ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે અને જે લોકો બી.કે.બોરીચાનો ભોગ બનેલા હોય તેઓએ ફરિયાદ નોંધાવવી જોઈએ. મોરબીની પોલીસ ભોગ બનેલા લોકોની સાથે જ છે તેવી ખાતરી પણ ડીવાયએસપી દ્વારા આપવામાં આવેલ છે.






Latest News