મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં આરોપીને ફટકારી એક વર્ષની સજા અને ૨૯ લાખના દંડ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોને મોક્ષર્થે અનોખી શ્રદ્ધાંજલિ અપાઈ વાંકાનેર સિટી-તાલુકામાં પકડાયેલ 14,865 બોટલ દારૂ-બિયર ઉપર રોડ રોલર ફરી ગયું મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને 6 નવેમ્બરે સામાન્ય સભા મોરબીમાં ગ્રાહકને સોલારની ખામી દૂર કરી આપીને ૫૦૦૦ નો ખર્ચ આપવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબીના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં કિસાન સન્માન દિવસનો કાર્યક્રમ યોજાયો મોરબી નવયુગ વિદ્યાલયના વર્ગખંડથી વર્ગ–૧ સુધીની રીમાબેન અંબાણી અનેરી સિદ્ધિ મોરબી જિલ્લામાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૭ અંતર્ગત સમયપત્રકમાં ફેરફાર
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા યુવાનનો મીતાણા પાસે આવેલ ડેમના પાણીમાંથી મૃતદેહ મળ્યો


SHARE









મોરબીમાં રહેતા યુવાનનો મીતાણા પાસે આવેલ ડેમના પાણીમાંથી મૃતદેહ મળ્યો

મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ મેલડી માતાજીના મંદિરની પાછળના ભાગમાં રહેતા યુવાનનો ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે આવેલા ડેમના પાણીમાંથી ડૂબી ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના કાકા તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ મેલડી માતાજીના મંદિરની પાછળના ભાગમાં રહેતા કેતનભાઇ મનસુખભાઈ ભીમાણી (30) નામના યુવાનનો ગઈકાલે બપોરે બે વાગ્યાના અરસામાં ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે આવેલ ડેમના પાણીમાંથી ડૂબી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને તેના મૃતદેહને તે મૃતક યુવાનના કાકા કેશવજીભાઈ કાનજીભાઈ ભીમાણી પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ હોસ્પિટલ મારફતે આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News