મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને 6 નવેમ્બરે સામાન્ય સભા
વાંકાનેર સિટી-તાલુકામાં પકડાયેલ 14,865 બોટલ દારૂ-બિયર ઉપર રોડ રોલર ફરી ગયું
SHARE
વાંકાનેર સિટી-તાલુકામાં પકડાયેલ 14,865 બોટલ દારૂ-બિયર ઉપર રોડ રોલર ફરી ગયું
વાંકાનેર તાલુકા તથા સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદીજુદી જગ્યાએ દારૂની રેડ કરીને વિદેશી દારૂ અને બિયરનો જથ્થો કબ્જે કરવામાં આવેલ હતો જેમાં કુલ 10 રેડમાં 29,58,038 ની કિંમતની દારૂની કુલ 14865 નાની-મોટી બોટલો કબજે કરવામાં આવી હતી જેનો આજે વાંકાનેરના પ્રાંત અધિકારી ગોહિલ તેમજ ડીવાયએસપી સમીર સારડા તથા વાંકાનેર સિટી અને તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇની હાજરીમાં રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો છે ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂની નદી વહી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો હતો.