મોરબીમાં રહેતા યુવાનનો મીતાણા પાસે આવેલ ડેમના પાણીમાંથી મૃતદેહ મળ્યો
હળવદના ગોલાસણ ગામની સીમમાંથી 1400 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ
SHARE









હળવદના ગોલાસણ ગામની સીમમાંથી 1400 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ
હળવદના ગોલાસણ ગામની સીમમાં બ્રાહ્મણી નદીના ઓગાન પાસે દારૂની ભઠ્ઠી હોવાની હકીકત આધારે સ્થાનિક પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1400 લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને 35,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના ગોલાસણ પાસે દેશી દારૂની ભઠ્ઠી અંગેની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1400 લિટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 35 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો જોકે, રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર આરોપી હાજર ન હોય હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિક્રમભાઈ ચંદુભાઈ સુરેલા રહે. ગોલાસણ તાલુકો હળવદ વાળા સામે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
વરલી જુગાર
માળીયા મીયાણાની મેઇન બજારમાં આવેલ અંબિકા જ્વેલર્સની સામેના ભાગમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા હૈદરભાઈ આમદભાઈ કટિયા (58) રહે. માળીયા તથા નૂરમામદભાઈ રાસંઘભાઈ મોવર (60) રહે. માળિયા વાળા મળી આવ્યા હતા જેથી કરીને હૈદરભાઈ પાસેથી 300 તથા નૂરમામદભાઈ પાસેથી 360 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને સામે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
