મોરબીમાં બે જગ્યાએ રવિવારે નેચરલ વસ્તુઓનું વેચાણ મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં આરોપીને ફટકારી એક વર્ષની સજા અને ૨૯ લાખના દંડ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોને મોક્ષર્થે અનોખી શ્રદ્ધાંજલિ અપાઈ વાંકાનેર સિટી-તાલુકામાં પકડાયેલ 14,865 બોટલ દારૂ-બિયર ઉપર રોડ રોલર ફરી ગયું મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને 6 નવેમ્બરે સામાન્ય સભા મોરબીમાં ગ્રાહકને સોલારની ખામી દૂર કરી આપીને ૫૦૦૦ નો ખર્ચ આપવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબીના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં કિસાન સન્માન દિવસનો કાર્યક્રમ યોજાયો મોરબી નવયુગ વિદ્યાલયના વર્ગખંડથી વર્ગ–૧ સુધીની રીમાબેન અંબાણી અનેરી સિદ્ધિ
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં આરોપીને ફટકારી એક વર્ષની સજા અને ૨૯ લાખના દંડ


SHARE









મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં આરોપીને ફટકારી એક વર્ષની સજા અને ૨૯ લાખના દંડ

મોરબીની કોર્ટમાં ચેક રીટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં કોર્ટે આરોપીને એક વર્ષની કેદની સજા તેમજ ૨૯,૦૦,૦૦૦ નો દંડ ફટકાર્યો છે.

આ કેસની વિગત એવી હતી કે, ફરીયાદી સિસકોન ટાઇલ્સ એલ.એલ.પી.ના ડેજીગ્નેટેડ પાર્ટનર પ્રકાશભાઇ આનંદભાઈ કાલરીયા (રાતાવીરડા) વાળા પાસેથી આરોપી ઈંટાગલીઓ સિરામિકાના પાર્ટનર જિગર રવજીભાઈ ભગત (રહે.૧૦૨, દ્વારકા હાઇટ, મોમસ રેસ્ટોરન્ટ પાછળ, ભક્તિનગર સર્કલ, મોરબી) વાળાએ સિરામિક ટાઇલ્સની ખરીદી કરેલ હતી. તેની બાકી રહેતી લેણી રકમ રૂ. ૧૯,૪૩,૮૬૧/- વસૂલ આપવા આરોપીએ ચેક આપેલો હતો. તે ચેક પરત ફરતા ફરીયાદીએ આરોપી સામે નેગોશીએબલ ઇન્સટ્રુમેન્ટ એક્ટ ની કલમ ૧૩૮ હેઠળનો ફોજદારી કેસ મોરબીના પાંચમા એડિશનલ ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં વર્ષ ૨૦૨૫ ની સાલમાં દાખલ કર્યો હતો જે કેસ કોર્ટમાં ચાલી ગયો હતો તેમાં ફરીયાદીની સર તપાસ, ઊલટ તપાસ, પુરાવા અને બંને પક્ષકરોના વકીલોની દલીલોને ધ્યાનમાં રાખી મોરબીના પાંચમા એડિશનલ ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ સાહેબએ આરોપી ઇંટાગલીઓ સિરામિકાના પાર્ટનર જિગર રાવજીભાઈ ભગતને ૧ વર્ષની સાદી કેદની સજા તેમજ રકમ ૨૯,૦૦,૦૦૦ નો દંડ આરોપીની પેઢી અને આરોપી પાસેથી વસૂલ કરી ફરીયાદીને વળતર તરીકે ચુકવી આપવા તથા રકમ ભરવામાં કસુર થયેથી આરોપીને વધુ ૩ મહિનાની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે આ કેસમાં ફરિયાદી તરફે વકીલ કેતનકુમાર કે. નાયક અને નલીનકુમાર ટી. અઘારા રોકાયેલ હતા.




Latest News