વાંકાનેરમાં માવતરે રહેતી મહિલાએ મુંબઈમાં રહેતા તેના પતિ સામે ત્રણ તલાક આપતા ગુનો નોંધાવ્યો
મોરબીના ત્રાજપર વિસ્તારમાં જુગારની બે રેડ: ચાર શખ્સ પકડાયા
SHARE









મોરબીના ત્રાજપર વિસ્તારમાં જુગારની બે રેડ: ચાર શખ્સ પકડાયા
મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં જુદી જુદી બે જગ્યા ઉપર જુગારની રેડ કરવામાં આવી હતી અને ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા કુલ મળીને ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી તેને પકડીને વી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્રાજપર ખારી વિસ્તારમાં રામજી મંદિરની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હતા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી સવજીભાઈ ભીમાભાઇ છેલાણીયા (65) રહે. ત્રાજપર અને સોમાભાઈ અરજણભાઈ મકવાણા (48) રહે, ત્રાજપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 4200 ની રોકડ કબજે કરી હતી આવી જ રીતે ત્રાજપર ખારીના નાકા પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી. ત્યારે સ્થળ ઉપરથી દિનેશભાઈ નાથાભાઈ લગવાડીયા (42) રહે. ત્રાજપર અને રમેશભાઈ બાબુભાઈ સાતોલા (46) રહે. ત્રાજપર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 4590 રૂપિયાની રોકાણ કબજે કરી હતી અને જુગારના બંને ગુના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
