વાંકાનેરમાં માવતરે રહેતી મહિલાએ મુંબઈમાં રહેતા તેના પતિ સામે ત્રણ તલાક આપતા ગુનો નોંધાવ્યો
SHARE







વાંકાનેરમાં માવતરે રહેતી મહિલાએ મુંબઈમાં રહેતા તેના પતિ સામે ત્રણ તલાક આપતા ગુનો નોંધાવ્યો
મુસ્લિમ મહિલાઓ માટે ભારત સરકાર દ્વારા ઘડવામાં આવેલ નવા કાયદા અંતર્ગત સૌપ્રથમ કેસ વાંકાનેરમાં નોંધાયેલ છે અને ત્યાર રહેતી મુસ્લિમ મહિલાએ મુંબઈ ખાતે રહેતા તેના પતિ સામે ગેરકાયદે રીતે ત્રણ વખત સોગંદનામાંથી ત્રણ તલાક આપેલ છે જેથી કરીને હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે વાકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં મહિલાના પતિની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ ખોજાખાના શેરીમાં પિતાના ઘરે રહેતા કેલીન રહીમભાઈ હુદ્દા (36) નામની મહિલા તેના પતિ રહીમભાઈ રફીકભાઈ હુદ્દા રહે. મૂળ સુરેન્દ્રનગર હાલ રહે. સી.એચ.એ.સ.વી. રોડ ખોજા જમાતખાના સામે દહીસર મુંબઈ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરીયાદીના લગ્ન દસ વર્ષ પહેલા આરોપી સાથે થયા હતા અને તેમણે સંતાનમાં એક દિકરી છે દરમ્યાન વર્ષ ૨૦૨૪ માં ફરિયાદીએ તેમની ડોક્ટરી પ્રેક્ટિસના નાણા પતિને આપવાનું બંધ કર્યું હતું જેથી કરીને પતિએ ફરિયાદીને એનકેન પ્રકારે ખોટી રીતે હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતું જેથી કરીને ફરિયાદી તેમના પિતાના ઘરે આવી ગયા હતા અને ઇસ્માઇલી ખોજા સમાજમાં પતિ વિરુદ્ધ મે-૨૦૨૪ માં તલાક લેવા અંગે સમાજની રૂએ મધ્યસ્થી કરવા કેશ કરેલ હતો જે દરમ્યાન તેમના પતિએ ત્રણ વખત અલગ અલગ કુરીયરથી તેમને સોગંદનામું મોકલી ત્રણ તલાક આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ ભારત સરકારના નવા કાયદા મુજબ તેના પતિ વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં અરજી ફરિયાદ કરતાં પોલીસે મહિલાના પતિ સામે મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ) અધિનિયમ 2019 ની કલમ 4 મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

