હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના કલાવડી નજીક ઇકો ગાડીના ચાલકે ત્રીપલ સવારી એક્ટિવાને હડફેટે લેતા એક યુવાનનું મોત, બેને ઇજા


SHARE

















વાંકાનેરના કલાવડી નજીક ઇકો ગાડીના ચાલકે ત્રીપલ સવારી એક્ટિવાને હડફેટે લેતા એક યુવાનનું મોત, બેને ઇજા

વાંકાનેરના કલાવડી ગામના પાટીયા પાસેથી ત્રીપલ સવારી એક્ટિવા પસાર થઈ રહ્યું હતું ત્યારે તેને ઇકો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં એકટીવા ચાલક યુવાનને શરીરને ગંભીર ઇજાઓ થયેલ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું જ્યારે એકટીવા ઉપર બેઠેલા અન્ય બે વ્યક્તિઓને ઇજાઓ થયેલ હતી જેથી ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઈને પોલીસે ઈકો ગાડીના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીશરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે રહેતા વિશાલભાઈ ધારાભાઈ બાંભવા (21)વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઇકો ગાડી નંબર જીજે 3 જેસી 7186 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકાના લાવડી ગામના પાટીયા પાસે ગેસના પ્લાન્ટની સામેથી તેઓ એકટીવા નંબર જીજે 36 એડી 6069 માં ગોપાલભાઈ ઉર્ફે વિશાલ પરબતભાઈ બાંભવા (19)ની પાછળ બેસીને ત્રીપલ સવારીમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે ઇકો ગાડીના ચાલકે તેઓના ત્રીપલ સવારી એકટીવાને હડફેટે લેતા એકટીવા ચાલક ગોપાલભાઈ બાંભવાને ગંભીર જાઓ થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને ફરિયાદીને જમણા પગમાં ફેક્ચર તેમજ તેની પાછળ બેઠેલા સંદીપભાઈને જમણા હાથની કોણી, માથા અને પગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તે બંનેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવ સંદર્ભે હાલમાં ઇજા પામેલા યુવાનની ફરિયાદ લઈને ઇકો ગાડીના ચાલક ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે.




Latest News