વાંકાનેરના કલાવડી નજીક ઇકો ગાડીના ચાલકે ત્રીપલ સવારી એક્ટિવાને હડફેટે લેતા એક યુવાનનું મોત, બેને ઇજા
વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં માતાને ગાળો આપનારને સમજાવવા ગયેલા યુવાનને મહિલા સહિત ચાર વ્યક્તિઓએ મારમાર્યો
SHARE







વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં માતાને ગાળો આપનારને સમજાવવા ગયેલા યુવાનને મહિલા સહિત ચાર વ્યક્તિઓએ મારમાર્યો
વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા યુવાનની માતાને પાડોશમાં રહેતા મહિલા ગાળો આપતા હતા જેથી કરીને યુવાન તેને સમજાવવા માટે ગયો હતો ત્યારે સામેવાળી મહિલાના પતિ અને બે દીકરાએ તે યુવાનને પકડી રાખીને પ્લાસ્ટિક તથા સ્ટીલના પાઇપ વડે માર માર્યો હતો અને ડાબા હાથની આંગળીમાં ફ્રેકચર તથા શરીરે ઇજાઓ કરી હતી તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરમાં આવેલ ભાટીયા સોસાયટીમાં રહેતા મોહસીનભાઈ હબીબભાઈ જાફરાણી (34)એ હાલમાં તબશુનબાનુ શાકિરહુશેન શેખ, શાકિરહુશેન અબ્દુલભાઇ શેખ, આસિફરજા શાકિરહુશેન શેખ અને તહેશીલરજા શાકિરહુસેન શેખ રહે. બધા ભાટીયા સોસાયટી વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના માતાને તબશુનબાનુ ગાળો બોલતા હતા જેથી ફરિયાદી યુવાન તેને સમજાવવા માટે ગયો હતો ત્યારે શાકિરહુશેન અબ્દુલભાઇ શેખ અને આસિફરજા શાકિરહુશેન શેખએ તેને પકડી રાખ્યો હતો અને તહેશીલરજા શાકિરહુસેન શેખ પોતાની ગાડીમાંથી પ્લાસ્ટિકનો ધોકો લાવ્યો હતો જ્યારે તબશુનબાનુ તેના ઘરમાંથી સ્ટીલનો પાઇપ લાવ્યા હતા અને ત્યારબાદ ધોકા અને પાઇપ વડે યુવાનને શરીર ઉપર માર માર્યો હતો અને ડાબા હાથની આંગળીમાં ફેક્ચર જેવી ઈજા કરી હતી આટલું જ નહીં પરંતુ યુવાનને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

