મોરબીમાં નાની ઉંમરમાં હાર્ટ એટેક આવતા યુવાનનું મોત, પરિવારમાં ગમગીની
માળીયા (મી)ના વિશાલનગરમાં જીરૂના પાકને સળગાવી નાખનાર શખ્સ સામે ગુનો નોંધાયો
SHARE






માળીયા (મી)ના વિશાલનગરમાં જીરૂના પાકને સળગાવી નાખનાર શખ્સ સામે ગુનો નોંધાયો
માળીયા (મી)ના સુલતાનપુર ગામની બાજુમાં આવેલ વિશાલનગરમાં રહેતા ખેડૂતો દ્વારા જીરૂનો પાક મહામહેનત કરીને લેવામાં આવ્યો હતો અને તે તૈયાર જીરૂના પાક ઉપર સોમવારે બપોરના સમયે આ જ ગામની અંદર રહેતા એક શખ્સ દ્વારા આગ ચાંપી દેવામાં આવી હતી જેથી લગભગ એક વીઘા જેટલી જમીનમાં જે જીરૂનો પાક લેવામાં આવ્યો હતો તે પાક બળીને ખાખ થઈ ગયો છે આ બાબતે ભોગ બનેલા ખેડૂતની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા (મી)ના સુલતાનપુર ગામની બાજુમાં આવેલ વિશાલનગરમાં રહેતા રતિલાલ નરસીભાઇ દસાડીયા દ્વારા જીરૂના પાકની ખેતી કરવામાં આવી હતી અને તેઓએ અંદાજે એક વીઘા જેટલી જમીનમાં જે જીરૂનો પાક લીધો હતો અને તે તૈયાર પાક ત્યાં રાખવામાં આવ્યો હતો દરમિયાન સોમવારે બપોરે 11 થી 12 વાગ્યાના અરસામાં વિશાલનગર ખાતે જ રહેતા જયસુખભાઇ જયંતિભાઇ સીસણોદા નામના શખ્સે ત્યાં આવીને જીરૂના પાકનો જે ઢગલો કરવામાં આવ્યો હતો ત્યાં આગ ચાંપી દેવામાં આવી હતી જેથી રતિલાલ દસાડિયા દ્વારા જે જીરૂનો પાક લેવામાં આવ્યો હતો તે પાક બળીને ખાખ થઈ ગયો હતો જેથી ખેડૂતને 8000 નું નુકશાન થયેલ છે માટે હાલમાં ભોગ બનેલા ખેડૂત રતિલાલ નરસીભાઇ દસાડીયાની ફરિયાદ લઈને જયસુખભાઇ જયંતિભાઇ સીસણોદા રહે. સુલતાનપુર તાલુકો માળીયા (મિં) વાળાની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

