માળીયા (મી)ના વિશાલનગરમાં જીરૂના પાકને સળગાવી નાખનાર શખ્સ સામે ગુનો નોંધાયો
વાંકાનેરના માટેલ ગામે ખોડીયાર ચેમ્બર પાસે પાર્ક કરેલ બાઈકની ચોરી
SHARE







વાંકાનેરના માટેલ ગામે ખોડીયાર ચેમ્બર પાસે પાર્ક કરેલ બાઈકની ચોરી
વાંકાનેરના માટેલ ગામે ખોડીયાર ચેમ્બર પાસે બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઇ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી 50,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા કિશોરભાઈ પીતાંબરભાઈ ચૌહાણ (38)3 અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલ ખોડીયાર ચેમ્બર પાસે તેણે પોતાનું બાઈક નંબર જીજે 3 એએફ 2005 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 50 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
યુવાન સારવારમાં
વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા જાહિદભાઈ ઇસ્માઈલભાઈ કડીવાર (41) નામનો યુવાન તીથવા ગામ પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને તેને ઇજા થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

