મોરબીની દિકરીને AVN નામક ગંભીર બિમારી: સારવાર માટે મદદની અપિલ
મોરબીમાં નાની ઉંમરમાં હાર્ટ એટેક આવતા યુવાનનું મોત, પરિવારમાં ગમગીની
SHARE









મોરબીમાં નાની ઉંમરમાં હાર્ટ એટેક આવતા યુવાનનું મોત, પરિવારમાં ગમગીની
મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં ઘડિયાળના કારખાનામાં મજૂરી કામ કરતા અને મૂળ ઉત્તરપ્રદેશના પરિવારના યુવાનને વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં છાતીમાં દુખાવા સાથે અહિંની સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો.જ્યાં જોઈ તપાસીને ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી.હાલ પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા પાસેથી મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ મોરબીના લાતી પ્લોટ શેરી નંબર-૨ માં આવેલ ઘડિયાળના કારખાનામાં મજૂરી કામ કરી અહીં મોરબી ખાતે રહેતા પરિવારના વિકાસ રામનીલમભાઈ સરોજ નામના ૨૯ વર્ષના મજૂર યુવાનને તા.૧૭ ના વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.જેથી તેને તાત્કાલિક અહીંની સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો.જ્યાં ફરજ ઉપરના તબીબે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો.મૃતક પરણીત હતો અને એક સંતાનનો પિતા હોય હાલ તેના અવસાનના પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.બાદમાં પોલીસ સ્ટેશન ખાતે મૃતકના કાકા પ્રેમચંદભાઈ રામસ્વરૂપ સરોજ (ઉમર ૪૬) હાલ રહે.મોરબી મૂળ રહે.ઉત્તરપ્રદેશ વાળાએ પોલીસમાં ઉપર મુજબની જાહેરાત કરતા હાલ બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરી આગળની તપાસ શરૂ કરાય છે.
વૃદ્ધા સારવારમાં
મોરબીના શનાળા રોડ ઉપર ગંદાની વાડી રામજી મંદિર પાસે રહેતા કમરબેન અણદાભાઈ નકુમ નામના ૭૬ વર્ષીય વૃદ્ધા વહેલી સવારે છ વાગ્યે ઘર નજીકથી જતા હતા.ત્યાં અજાણ્યા બાઇક સવારે તેમને હડફેટે લેતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા. જ્યારે હળવદના મયુરનગર ખાતે આવેલ આહીરનગરમાં રહેતા પ્રવીણ રામભાઈ ડાંગર નામનો ૩૭ વર્ષનો યુવાન મોરબીના વાવડી રોડ ઉપરથી જતો હતો ત્યાં આવેલા પેટ્રોલ પંપ નજીક બાઇક સ્લીપ થતા ઇજા પામતા તેને ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો.
યુવાન સારવારમાં
મોરબીના રવાપર ગામે આવેલ રાજા મિનરલ વોટર પાછળ ખેંગડીની વાડી વિસ્તારમાં રહેતા પ્રકાશભાઇ મૂળજીભાઈ પરમાર નામના ૪૪ વર્ષના યુવાન મોરબીના રામચોક પાસેથી બાઈક લઈને જતા હતા.ત્યાં અચાનક બાઇકની આડે કુતરું આડું ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું.જે બનાવમાં તેને ઈજા થતા સારવારમાં ખસેડાયો હતો અને મોરબીના નાની વાવડી ગામે રહેતા પરેશભાઈ રમેશભાઈ પડસુંબીયા નામનો ૩૬ વર્ષનો યુવાન મોરબી ઉમિયા સર્કલથી ગોકુલ-મથુરા એપાર્ટમેન્ટ તરફ જતો હતો.ત્યાં રસ્તામાં તેનું બાઈક પણ સ્લીપ થતા અકસ્માત બનાવમાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલએ ખસેડાયો હતો.
બાળક સારવારમા
મોરબી ખાતે રહેતો રૂદ્ર વિનોદભાઈ વિડજા નામનો ૧૪ વર્ષનો બાળક સાયકલ લઈને દૂધ લેવા માટે જતો હતો.ત્યારે રસ્તામાં સાયકલમાંથી પડી જતા ઈજા પામતા સારવારમાં લઈ જવાયો હતો.તે રીતે જ મોરબીના નસીતપર ગામે રહેતા મનસુખભાઈ ભીમજીભાઈ કલોલા નામના ૬૧ વર્ષના વૃદ્ધ બાઈક લઈને જતા હતા ત્યારે મોરબી-કંડલા બાયપાસ ઉપર લીમડા વાળા મેલડી માતાજી મંદિર નજીક તેઓનું બાઈક સ્લીપ થઈ જતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.
