મોરબીની અવની ચોકડી પાસે યુવતીની છેડતી: હાથ પકડીને મોબાઈલ નંબર માંગનાર શખ્સ સામે ગુનો નોંધાયો
ધારાસભ્યના સઘન પ્રયાસોથી સરકારી જમીન બચી: મોરબીના શનાળા રોડે 14.94 કરોડના ખર્ચે બનશે સિંચાઇ ભવન-સ્ટાફ કવાર્ટર
SHARE







ધારાસભ્યના સઘન પ્રયાસોથી સરકારી જમીન બચી: મોરબીના શનાળા રોડે 14.94 કરોડના ખર્ચે બનશે સિંચાઇ ભવન-સ્ટાફ કવાર્ટર
મોરબીના શનાળા રોડે ઉપર આવેલ સિંચાઇ વિભાગની જમીન ઉપર ભૂમાફિયાઓની નજર હતી અને તેને હજમ કરી જવા માટેની પેરવી છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી હતી જો કે, સરકારી જમીન સલામત રહે તેના માટે મોરબીના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ સઘન પ્રયાસોને લીધે આ જગ્યા ઉપર સિંચાઇ ભવન અને સિંચાઇ વિભાગના સ્ટાફ માટેના કવાર્ટર બનાવવા માટેના કામને વહીવટી મંજૂરી આપી દેવામાં આવેલ છે જેથી કરીને આગામી દિવસોમાં ત્યાં શનાળા રોડ ઉપર સોનાની લાગડી જેવી જે જમીન છે ત્યાં 14.94 કરોડના ખર્ચે સિંચાઇ ભવન અને સિંચાઇ વિભાગના સ્ટાફ માટેના કવાર્ટર બનાવવામાં આવશે.
ગાંધીનગર નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના અધિકારી સૂત્રો પાસેથી મળી રહેલ માહિતી મુજબ સિંચાઇ ભવન અને સિંચાઇ વિભાગના સ્ટાફ માટેના કવાર્ટર (સ્ટેટ) મોરબી માટેના કામને મંજૂર કરવામાં આવેલ છે અને 14.94 કરોડના ખર્ચે આ કામ કરવામાં આવશે તેના માટેની વહીવટી મંજુરી આપવામાં આવેલ છે અને તાંત્રિક મંજુરીની દરખાસ્ત રજુ કરતા પહેલા આલેખનનું પ્રુફ ચેકીંગ માર્ગ અને મકાન વિભાગ પાસે કરાવી લેવાનું કહેવામા આવ્યું છે. અત્રે ઉલેખનીય છેકે, આ કિંમતી જમીન ઉપર પણ ભૂમાફિયાઓની નજર મંડાયેલ હતી જો કે, સિંચાઇ વિભાગ હસ્તકની આ સરકારી જમીન સલામત રહે તેના માટે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવ્યા હતા જેથી કરીને આ જમીન બચી ગયેલ છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.
