મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની અવની ચોકડી પાસે યુવતીની છેડતી: હાથ પકડીને મોબાઈલ નંબર માંગનાર શખ્સ સામે ગુનો નોંધાયો


SHARE













મોરબીની અવની ચોકડી પાસે યુવતીની છેડતી: હાથ પકડીને મોબાઈલ નંબર માંગનાર શખ્સ સામે ગુનો નોંધાયો

મોરબીમાં યુવતીનો પીછો કરીને તેને હેરાન કરવામાં આવતી હતી અને તેનો હાથ પકડીને તેની પાસેથી મોબાઈલ નંબરની માંગણી કરવામાં આવતી હતી તેમજ વારંવાર સોશ્યલ મીડિયામાં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલાવવામાં આવતી હતી જેથી કરીને કંટાળી ગયેલ યુવતીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં રહેતી અને અભ્યાસ કરતી યુવતીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મેહુલ જીલરીયા નામના શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તે હાલમાં અભ્યાસ કરે છે અને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે હાલમાં તે યુવતી નોકરી પણ કરે છે અને આ યુવતી કોલેજમાં પોતાની નોકરી માટે જતી હતી ત્યારે આરોપી મેહુલ જીલરીયા તેની પાછળ આવતો હતો અને તેના મોબાઈલ નંબર માંગતો હતો આટલું જ નહીં ઇન્સ્ટાગ્રામમાં વારંવાર ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલતો હતો તેમજ તે યુવતી વોકિંગ કરવા જતી ત્યારે તેની પાછળ જઈને તેનો હાથ પકડ્યો હતો જેથી યુવતી ગભરાય ગયેલ હતી અને તેને આ અંગેની તેની માતા અને માસીને વાત કરી હતી જો કે આવા છોકરાને ધ્યાન નહિ આપવાનું તેવું તેને કહ્યું હતું જેથી ત્યારે ફરિયાદ કરી ન હતી જો કે, તા 21 ના રોજ રાતે યુવતી અવની ચોકડી પાસેથી જતી હતી ત્યારે તેનો આરોપીપીછો કર્યો હતો અને આ યુવતીએ માસીએ તે શખ્સને કેમ પીછો કરે છે તેવું પૂછાતા ત્યાં માણસો ભેગા થઇ ગયા હતા જેથી આરોપી તેનું વાહન લઈને નાશી ગયો હતો ત્યારે બાદ આ શખ્સનાં ત્રાસથી કંટાળી ગયેલ યુવતીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જઈને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.




Latest News