ચોમાસા દરમિયાન પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ વાવણી પહેલા અને પછી શું સંભાળ લેવી ? મોરબી જિલ્લામાં શિક્ષણનું સ્તર બનશે વધુ ઉજ્જવળ; જિલ્લાને મળ્યા ૩૩ નવા ઉચ્ચ માધ્યમિક શિક્ષકો મોરબી દશનામ ગોસ્વામી મંડળ દ્વારા ચતુર્થ વિધાર્થી સન્માન સમારોહ યોજાશે મોરબીના તળાવીયા (શનાળા) ગામના તળાવમાં ડુબી જતા યુવાનનું મોત: લાશ મળી મોરબીની આયુષ હોસ્પિટલમાં વધુ એક જટિલ ઓપરેશન પાર પાડતા ડો.સત્યજીતસિંહ જાડેજા મોરબીના લાલપર પાસે ડમ્પર ચાલકે ટક્કર મારતા કારમાં નુકશાન: ગુનો નોંધાયો વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં પાવડરના ઢગલાની કુંડીમાં પડી જતાં શ્વાસ રૂંધઇ જવાથી 4 વર્ષના બાળકનું મોત મોરબીમાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધની નજર ચૂકવીને રોકડા 18 હજારની ચોરી
Breaking news
Morbi Today

માળિયા (મી.) નજીકથી કતલખાને લઈ જવાતા અબોલજીવને બચાવ્યા: 5.30 લાખનો મુદામાલ કબજે, બે શખ્સ સામે ફરિયાદ


SHARE

















માળિયા (મી.) નજીકથી કતલખાને લઈ જવાતા અબોલજીવને બચાવ્યા: 5.30 લાખનો મુદામાલ કબજે, બે શખ્સ સામે ફરિયાદ

મોરબીના ગૌરક્ષકો દ્વારા કચ્છ માળીયા હાઇવે રોડે વોચ રાખવામા આવી હતી ત્યારે કચ્છ તરફથી આવતા આઇસરને રોકીને ચેક કર્યું હતું તેમા ગેરકાયદે પશુની હેરાફેરી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને ગૌરક્ષકોએ માળિયા નજીકથી 30 ભેંસ ભરેલ આઈસરને પકડીને પોલીસને હવાલે કરવામાં આવેલ હતી અને વિરમગામના બે શખ્સની સામે હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે 5.30 લાખનો મુદામાલ કબજે કરીને બંને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

કચ્છ-માળીયા હાઇવે ઉપર રોડ ઉપર મોરબી, રાજકોટ, વિરમગામ, કચ્છ, લીંબડી અને ચોટીલાના ગૌરક્ષકો દ્વારા વોચ રાખવામા આવી હતી ત્યારે કચ્છ બાજુથી આવતા આઈસરને રોકવામાં આવ્યું હતું અને તે વાહનમાંથી કતલખાને લઈ જવામાં આવતા અબોલ જીવો મળી આવ્યા હતા જેથી કરીને આઈસર જીજે 13 એડબલ્યુ 7883  તેમજ 30 ભેંસ પકડીને પોલીસને હવાલે કરેલ છે અને વધુમાં મળી રહેલ માહિતી મુજબ માળિયા થઈને રાજકોટ આ અબોલ જીવને લઈ જવાના હતા ત્યારે મોરબીના ગૌરક્ષકોની ટીમે આઈસરને ઝડપી લીધેલ છે અને આ ભેંસોને લઈને જતાં હતા તે વાહનમાં ઘાસચારો કે પાણીની વ્યવસ્થા ન હતી જેથી કરીને અબોલ જીવને બચાવી લેવામાં આવેલ છે અને તમામ મુદામાલ માળીયા પોલીસને સોપવામાં આવેલ હતા ત્યાર બાદ માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચેતનભાઇ ચંદ્રકાંતભાઈ પાટડીયા (30) રહે. સોની બજાર મોરબી વાળાએ કાસમભાઇ નૂરમામદભાઈ સંધિ (57) રહે. કાસમપુરા-5 રામોલ મંદિર પાસે વિરમગામ તથા શહીદ સાબીરભાઈ તાઇ (29) રહે તાઈ વાડો રૈયાપુર ગેટની અંદર વિરમગામ વાળાની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને ધરપકડ કરેલ છે તથા 30,000 ની કિંમતના અબોલ જીવ અને પાંચ લાખ રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 5.30 લાખનો મુદામાલ કબજે કરવામાં આવેલ છે.

વરલી જુગાર

મોરબી તાલુકાના લાલપર ગામે બસ સ્ટેશન પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી નિઝામભાઈ હબીબભાઈ મોવર (23) રહે. વીસીપરા સરકારી વાડી પાસે મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસ 500 રૂપિયાની રોકડ કબજે કરીને તેની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News