જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ મોરબીના અમરાપર (ના.) ગામે જીલરીયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીના મંદિરે જગદગુરુ શંકરાચાર્યજી-પૂર્વ મુખ્યમંત્રીની હાજરીમાં પાટોત્સવ ઉજવાશે કચ્છમાં સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવના કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે દમયંતીબેન નિરંજનીની વરણી મોરબીના મકનસર ગામેથી 2 બાળકો, 3 પુરુષો અને 5 મહિલા સહિત કુલ 10 બાંગ્લાદેશી ઝડપાયા મોરબી : ડુપ્લીકેટ  બિયારણ, ખાતર,દવા વેચાણકારો સરકારમાં હાવી અને જગતતાત લાચાર કેમ ? ખેડૂતોનો મૃત્યુઘંટ વગાડનાર પરીપત્ર રદ કરવા માંગ મોરબી : માળિયા તાલુકાના મોટીબરાર, રાસંગપર અને સુલતાનપુરના શિક્ષકોને મળ્યો પર્યાવરણ સંરક્ષક એવોર્ડ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં હસ્તકલાના કૌશલ્યને કળીની જેમ ખીલવતી ગુલાબ સખી મંડળની મહિલાઓ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા દીકરાની નજર સામે વૃદ્ધ પિતાનું મોત


SHARE













વાંકાનેર નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા દીકરાની નજર સામે વૃદ્ધ પિતાનું મોત

વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર વઘાસીયા ટોલનાકા પાસેથી ડબલ સવારી બાઈકમાં પિતા પુત્ર જઈ રહ્યા હતા દરમિયાન ટ્રક ચાલકે પાછળથી તેઓના બાઈકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં દીકરાની નજર સામે તેના પિતાનું મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે ઇજા પામેલા દીકરાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના ગાંગિયાવદર ગામે રહેતા કાનજીભાઈ શામજીભાઈ ધરજીયા (42)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે 12 એઝેડ 1331 ના ચાલક સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર વઘાસીયા ટોલનાકા પાસેથી તેઓ પોતાના પિતા શામજીભાઈ મોહનભાઈ ધરજીયા (70) વાળાને પોતાના બાઈક નંબર જીજે 3 એચએન 3745 ઉપર બેસાડીને જઈ રહ્યા હતા ત્યારે ફરિયાદી બાઇક ચલાવતા હોય પાછળના ભાગેથી ટ્રક ચાલકે તેઓના બાઇકને ડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદી યુવાનને ઇજાઓ થઈ હતી તેમજ બાઈક ઉપર બેઠેલા તેના પિતાને શરીરે, કમર અને વાસાના ભાગે ગંભીર જાઓ થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માતના બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

દેશી દારૂ

મોરબીના શોભેશ્વર રોડ ઉપર પાણીના ટાંકા પાછળ મેલડી માતાજીના મંદિર પાસે મફતિયાપરામાં રહેતા નરેશભાઈ ઘાટલીયાના કબજા ભોગવટા વાળી પડતર ઓરડીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 72 લીટર દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 14,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી નરેશભાઈ પરસોતમભાઈ ઘાટલીયા (32) રહે. ત્રાજપર ખારી યોગીનગર સોસાયટી રામજી મંદિર પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન વિજયભાઈ કોળી રહે. નળખંભા તાલુકો થાન વાળા પાસેથી તેણે દારૂનો જથ્થો મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ બંને શખ્સો સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News