વાંકાનેર નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા દીકરાની નજર સામે વૃદ્ધ પિતાનું મોત
ટંકારાના મેઘપર ઝાલા ગામે વાડીએ ઝેરી અસર થવાથી સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત
SHARE







ટંકારાના મેઘપર ઝાલા ગામે વાડીએ ઝેરી અસર થવાથી સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત
ટંકારાના મેઘપર ઝાલા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાન વાડીએ હતો ત્યારે જંતુનાશક દવા છાંટતા સમયે ઝેરી અસર થઈ હોવાના કારણે તે યુવાનને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામની સીમમાં ભયલુભાઈ ઝાલા ની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મહેશભાઈ સુબાનભાઈ મછાર (18) નામનો યુવાન વાડીએ હતો ત્યારે ત્યાં જંતુનાશક દવાનો છંટકાવ કરતો હતો દરમિયાન તે યુવાનને ઝેરી અસર થઈ હોવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
હાર્ટ એટેકથી આધેડનું મોત
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ છતર ગામના બસ સ્ટેશન પાસે વિશાલા હોટલ વિભાભાઈ રામાભાઇ ટોળીયા (55) રહે છતર વાળા ખુરશી ઉપર બેઠા હતા ત્યારે ત્યાં તેને હાર્ટ એટેક આવી ગયો હતો જેથી તેને રાજકોટ સારવાર માટે લઈ ગયા હતા જોકે તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું અને આ બનાવની રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતેથી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

