ટંકારાના મેઘપર ઝાલા ગામે વાડીએ ઝેરી અસર થવાથી સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત
મોરબીની અવની ચોકડી પાસે યુવતીની છેડતી કરનારા આરોપીની ધરપકડ: આકરા પગલાં લેવા યુવતીની માંગ
SHARE








મોરબીની અવની ચોકડી પાસે યુવતીની છેડતી કરનારા આરોપીની ધરપકડ: આકરા પગલાં લેવા યુવતીની માંગ
મોરબીમાં યુવતીનો પીછો કરીને તેને હેરાન કરવામાં આવતી હતી અને તેનો હાથ પકડીને તેની પાસેથી મોબાઈલ નંબરની માંગણી કરવામાં આવતી હતી તેમજ વારંવાર સોશ્યલ મીડિયામાં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલાવવામાં આવતી હતી જેથી કરીને કંટાળી ગયેલ યુવતીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે જો કે, ભોગ બનેલ યુવતીએ સોશ્યલ મીડિયામાં એક વિડીયો મૂકીને આરોપી સામે આકરા પગલાં લેવાની માંગ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં રહેતી અને અભ્યાસ કરતી યુવતીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મેહુલ જીલરીયા નામના શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, તે હાલમાં અભ્યાસ કરે છે અને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે નોકરી પણ કરે છે જો કે, યુવતી નોકરી માટે જતી હતી ત્યારે આરોપી મેહુલ જીલરીયા તેની પાછળ આવતો હતો અને તેના મોબાઈલ નંબર માંગતો હતો આટલું જ નહીં ઇન્સ્ટાગ્રામમાં વારંવાર ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલતો હતો તેમજ તે યુવતી વોકિંગ કરવા જતી ત્યારે તેની પાછળ જઈને તેનો હાથ પકડ્યો હતો જેથી યુવતી ગભરાય ગયેલ હતી અને તેને આ અંગેની તેની માતા અને માસીને વાત કરી હતી જો કે, આવા છોકરાને ધ્યાન નહિ આપવાનું તેવું તેને કહ્યું હતું જેથી ત્યારે ફરિયાદ કરી ન હતી પરંતુ તા 21 ના રોજ રાતે યુવતી અવની ચોકડી પાસેથી જતી હતી ત્યારે તેનો આરોપીએ પીછો કર્યો હતો અને આ યુવતીના માસીએ તે શખ્સને કેમ પીછો કરે છે તેવું પૂછાતા ત્યાં માણસો ભેગા થઇ ગયા હતા જેથી આરોપી તેનું વાહન લઈને નાશી ગયો હતો ત્યારે બાદ આ શખ્સનાં ત્રાસથી કંટાળી ગયેલ યુવતીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જઈને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આરોપી મેહુલ હરસુખભાઇ જીલરીયા (25) રહે. યદુનંદન-1 કેનાલ રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે. જો કે, શનિવારે સાંજે ભોગ બનેલ યુવતીએ સોશ્યલ મીડિયામાં એક વિડીયો મૂક્યો હતો જેમાં તેને આરોપી સામે આકરા પગલાં લેવાની માંગ કરેલ છે. પરંતુ પોલીસ શું કાર્યવાહી કરશે તેના ઉપર સહુની નજર મંડાયેલ છે.
દેશી દારૂ
મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલ પચ્ચીસ વારિયામાં રહેણાંક મકાન સામે બાવળની જાળીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી કુલ મળીને 25 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 5,000 રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી સોનીબેન પ્યારુભાઈ પરમાર (35) રહે. દલવાડી સર્કલ પચ્ચીસ વારીયા મોરબી વાળીનો દારૂનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું અને આ દારૂનો જથ્થો નવઘણભાઈ રબારી રહે. પંચાસર વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે બંને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

