મોરબી નજીક સીરામીક કારખાનામાં પાણીના ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત
મોરબી : રાજકોટ હાઇવે ઉપર અકસ્માતમાં ઇજા થતા ચાર લોકો સારવારમાં
SHARE







મોરબી : રાજકોટ હાઇવે ઉપર અકસ્માતમાં ઇજા થતા ચાર લોકો સારવારમાં
મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલ કાગદડી ગામના પાટીયા પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.આ બનાવમાં કચ્છના ગાંધીધામ ખાતે રહેતા ધર્મેન્દ્ર ગંગારામ ઠાકોર (૨૯), વૈશાલીબેન ભુપતભાઈ ચાવડા (૨૨), કમલાબેન ગૌતમભાઈ જોગી (૫૦) અને અસ્મિતાબેન રાજેશભાઈ શિંગાળ (૧૮) નામના ચાર લોકોને ઈજાઓ થતા અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદના દીઘડીયા ગામે થયેલ મારામારીના બનાવમાં ગીતાબેન દિનેશભાઈ કગથરા નામના ૪૫ વર્ષીય મહિલાને સારવાર માટે અત્રેની સિવિલે ખસેડાયા હતા.તે રીતે જ મોરબી તાલુકાના હજનારી ગામે રમણીકભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતાં પરિવારના સંતોષબેન ટીલુભાઇ અજનાર નામની ૨૩ વર્ષીય મહિલાને પણ વાડી વિસ્તારમાં મારામારીના બનાવમાં ઇજા થતાં સારવાર માટે સરકારી હોસ્પિટલએ લાવવામાં આવ્યા હતા.બનાવ અંગે જાણ થતા મોરબી તાલુકા પોલીસ મથકના જીલુભાઈ ગોગરા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના નવલખી રોડ ત્રિમંદિર પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં પરેશભાઇ દિનકરભાઇ ભટ્ટ (૪૫) રહે.ગાયત્રીનગર વાવડી રોડને અત્રે સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતા ભોલુભાઈ ગણેશભાઈ અજાણા બાઇકમાં જતો હતો ત્યારે જોધપર ગામ પાસે સ્પીડ બ્રેકરમાં તેનું વાહન સ્લીપ થઈ જતા ઇજા પામતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો.તે રીતે જ નવા જાંબુડીયા ગામે રહેતા સની સહદેવભાઈ પાસ્વાન નામના ૨૪ વર્ષના યુવાનને રફાળેશ્વર ગામ પાસે બાઈક સ્લીપ થઈ જવાના અકસ્માત બનાવમાં ઈજા પામેલ હાલતમાં અત્રે સરકારી હોસ્પિટલએ લાવવામાં આવ્યો હતો.
યુવાન સારવારમાં
મોરબીના ભરતનગર ગામે રહેતા રાજેન્દ્રભાઈ જ્ઞાનીપ્રસાદ નામના ૩૭ વર્ષનો યુવાન વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામે દરિયાલાલ હોટલ નજીકથી પગપાળા જતો હતો ત્યાં રસ્તામાં તેને કોઈ અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના રોહીદાસપરામાં રહેતા કાસમ સુલેમાન ભટ્ટી નામના ૩૫ વર્ષીય યુવાનને તેના ભાઈ રહીમભાઈ દ્વારા પાઇપ વડે માર મારવામાં આવતા ૧૦૮ વડે સારવાર માટે ખસેડાયો હતો બનાવ મોરબીના રેલ્વે સ્ટેશન પાસે બન્યો હોવાથી બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

