મોરબી : રાજકોટ હાઇવે ઉપર અકસ્માતમાં ઇજા થતા ચાર લોકો સારવારમાં
મોરબીમાં મુખ્યમંત્રીના આગમન પહેલા કોંગ્રેસનાં આગેવાનો ઓફિસ-ઘરે નજર કેદ
SHARE







મોરબીમાં મુખ્યમંત્રીના આગમન પહેલા કોંગ્રેસનાં આગેવાનો ઓફિસ-ઘરે નજર કેદ
મોરબીમાં આજે કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમહુર્ત રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે થવાનું છે ત્યાં પહેલા કોંગ્રેસના આગેવાનો મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવા માટે ન પહોચે તે માટે ઓફિસે તથા ઘરે પોલીસ વિભાગ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા છે
ગઈકાલે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દ્વારા પ્રેસ કોન્ફરન્સ આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી મહાનગરપાલિકા બની ત્યારે પહેલા નગરપાલિકામાં જ્યારે ભાજપની બોડી હતી ત્યારે કલમ 45 (ડી) હેઠળ કરવામાં આવેલા કામોમાં 4 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર થયો છે તેમજ અનેક પ્રકારની અસુવિધાઓ છે તેવા ગંભીર આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા અને આ તમામ બાબતોને લઈને મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે થઈને સમય માંગવામાં આવેલ હતો અને આજે બપોરે 2:00 વાગ્યે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીમાં આવવાના છે અને રવાપર ગામ પાસે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે તેઓની હાજરીમાં લોકાર્પણ ખાતમહુર્તનો કાર્યક્રમ યોજાશે જેમાં લગભગ 900 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમહુર્ત થવાનું છે.
જોકે મોરબીના લોકોની જે સમસ્યાઓ છે તેની રજૂઆત કરવા માટે તથા નગરપાલિકામાં અને અન્ય જગ્યાએ થતા ભ્રષ્ટાચારની રજૂઆત કરવા માટે થઈને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો મુખ્યમંત્રી સુધી ન જઈ શકે તે માટે થઈને પોલીસ વિભાગ દ્વારા હાલમાં મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા છે તેવી જ રીતે કેટલાક કોંગ્રેસના આગેવાનોને તેઓના નિવાસ સ્થાને નજર કેદ કરવામાં આવ્યા છે અને સાંજે મુખ્યમંત્રીનો કાર્યક્રમ પૂર્ણ થાય અને મુખ્યમંત્રી મોરબી શહેરમાંથી બહાર જાય ત્યાં સુધી આ તમામને નજરકેદ રાખવામાં આવશે તેવું જાણવા મળેલ છે.

