મોરબી નજીક સીરામીક કારખાનામાં પાણીના ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત
SHARE







મોરબી નજીક સીરામીક કારખાનામાં પાણીના ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત
મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં પાણીના ખાડામાં ડૂબી જવાના કારણે બે વર્ષના બાળકનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ આરગીલ કંપનીમાં સોનુભાઈ પારઘીનો બે વર્ષનો દીકરો આર્યન કોઈ કારણોસર પાણીના ખાડામાં ડૂબી ગયો હતો જેથી કરીને તે બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ નંદરામભાઇ મેસવાણીયા ચલાવી રહ્યા છે
મહિલાનું મોત
મોરબીના જુના ઘૂટું રોડ ઉપરથી કવિતાબેન રાજુભાઈ મકવાણા (30) નામની મહિલાના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ.ઝાપડિયા દ્વારા કરવામાં આવેલ હોય તેમની પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાને શ્વાસની બીમારી હતી અને બીમારી સબબ તેનું મોત નીપજયું હતું તેવી માહિતી મૃતક મહિલાના પતિ દ્વારા આપવામાં આવી છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરેલ છે
અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના ઝીકિયારી ગામના ઝાપા પાસેથી બાઈક આડે ઢોર આવતા બાઈક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં કૈલાશ દિનેશભાઈ સોલંકી (8) નામના બાળકને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા આવી જ રીતે મોરબી તાલુકાના ચાચાપર ગામમાં રહેતા આનંદભાઈ લખાણાના પાંચ વર્ષના દીકરા આલમ (5)ને બાઈક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલા બાળકને 108 મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા અને આ બંને બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

