વાંકાનેરના નવાપરામાં ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા રામેશ્વર બાલ સંસ્કાર કેન્દ્ર શરૂ કર્યું
SHARE
વાંકાનેરના નવાપરામાં ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા રામેશ્વર બાલ સંસ્કાર કેન્દ્ર શરૂ કર્યું
રાષ્ટ્રીય સ્વયંસેવક પ્રેરિત સેવાભારતી ગુજરાત સંલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા મોરબી જિલ્લાના તેરમાં બાલ સંસ્કાર કેન્દ્રનો વિધિવત્ પ્રારંભ કરવામાં આવેલ છે અને તા તા.૨૭/૩/૨૦૨૫ ના રોજ વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રામેશ્વર બાલ સંસ્કાર કેન્દ્રના નામથી દિવ્ય અને મંગલમય વાતાવરણમાં બાલ કેન્દ્ર શરૂ થયું છે આ સંસ્કાર દ્વારા માનવીય અભિગમનો વિકાસ થાય તે વિશે જોગજતિ ઉપનગર વાંકાનેરના ધ્રુવગીરી ગોસ્વામીએ સરસ વાત કરી હતી અને વાંકાનેર પાલિકાના કાઉન્સિલર સંજયભાઈ જાડા, હરજીભાઈ કેરાલીયા તથા તેમની ટીમના સાથ, સહકારથી સમાજની વાડીમાં આ બાલ સંસ્કાર કેન્દ્ર માટે જગ્યા ફાળવવામાં આવી જેનો લાભ સમગ્ર સમાજના બાળકોને મળશે. આ તકે લાલજીભાઈ કુનપરા, સતિષભાઈ પટેલ, સુંદરજીભાઈ નાવાણી, અનિલભાઈ કુણપરા, મણીભાઈ પટેલ, મધુસૂદન દુબે તથા સ્થાનિક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા