મોરબીના બિલિયા ગામે સુરાપુરાધામ મંદિરે ધાર્મિક કાર્યક્રમ અને પ્રસાદ યોજાયો
મોરબી 602 જમીન કૌભાંડ, અપિલની મુદતે મહિલા હાજર ન હોય વકીલે આપેલા જવાબથી કલેક્ટર લાલઘૂમ: આ કેસ સળગે છે અને શાંતાબેન મળતા નથી !
SHARE
મોરબી 602 જમીન કૌભાંડ, અપિલની મુદતે મહિલા હાજર ન હોય વકીલે આપેલા જવાબથી કલેક્ટર લાલઘૂમ: આ કેસ સળગે છે અને શાંતાબેન મળતા નથી !
મોરબીમાં સોનાની લગડી જેવી કીમતી જમીનનું કૌભાંડ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ પણ નોંધાયેલ છે જો કે, હજુ સુધી કોઈ આરોપી પકડાયેલ નથી પરંતુ જમીનના મૂળ માલિક દ્વારા ખોટી વારસાઈ એન્ટ્રી કરવામાં આવી છે તેની સામે જિલ્લા કલેકટર કચેરીમાં અપીલ કરવામાં આવેલ છે અને ગઇકાલે તે અપિલની મુદત હતી ત્યારે અપીલ કરનારના પરિવારજનો વકીલ સાથે ત્યાં હાજર હતા જો કે, બોગસ દસ્તાવેજ આધારે વારસદાર બનેલ મહિલા હાજર ન હતી અને તેના વકીલ હાજર હોય શાંતાબેન કયા છે તેવો કલેકટરે સવાલ કરેલ હતો જેના જવાબમાં વકીલે કહ્યું હતું કે, શાંતાબેન મળતા નથી” જેથી કલેક્ટર લાલઘૂમ થઈ ગયા હતા અને કહ્યું હતું કે, “આ કેસ સળગે છે અને શાંતાબેન મળતા નથી” આ કેસમાં તારીખે નહીં આપું તેવું કહીને છેલ્લી તારીખ 7/4/25 આપેલ છે તેવી અપીલ કરનાર પાસેથી જાણવા મળ્યું છે.
મોરબીમાં અગાઉ પણ અનેક જમીન કોભાના થયા છે અને યેનકેન પ્રકારે કિંમતી જમીનો કૌભાંડ કરીને મૂળ પાલિકો પાસેથી પડાવી લેવામાં આવી હોય તેવી ઘટનાઓ બની ચૂકી છે તેવામાં છેલ્લા ઘણા સમયથી મોરબીમાં જમીન કૌભાંડ થયું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે અને વજેપર સર્વે નંબર 602 માં આવેલ સોનાની લગડી જેવી કિંમતી જમીનનું કૌભાંડ આચરવામાં આવ્યું છે જેથી કરીને જમીનના મૂળ માલિકે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગત તા 15 ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવેલ છે ત્યારે પોલીસે શાંતાબેન મનજીભાઈ પરમાર અને તરઘડી ગામના સરપંચ સાગર અંબારામભાઈ ફુલતરીયા સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી જો કે, અફસોસની વાતએ છે કે આજની તરીકે આ ચકચારી કેસમાં પોલીસે કોઈ આરોપીને પકડી શકેલ નથી.
ત્યાર બાદ ફરિયાદીના પરિવારજનોએ કલેકટરને ધારાસભ્યોની હાજરી ગત શનિવારે રજૂઆત કરેલ હતી અને ત્યારે કલેકટરે કહ્યું હતું કે, આ જમીન કૌભાંડની અંદર સરકારી અધિકારી, ગામના અગ્રણી કે અન્ય કોઈપણ વ્યક્તિ હશે તો કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે અને જે કોઈ લોકો આ જમીન કૌભાંડમાં હશે તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે અને ફરિયાદીને ફરિયાદની સામે સંતોષ ન હોવાની રજૂઆત કલેક્ટરને કરી હતી જેથી કરીને કલેકટરે ફરિયાદીને તેઓનું વિશેષ નિવેદન આપવા માટે કહ્યું હતું જેથી કરીને ભોગ બનેલા ફરિયાદી ભીમજીભાઈ બેચરભાઈ નકુમ દ્વારા ગત શનિવાર તા 22 ના રોજ સાંજે જ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સરકારી અધિકારી સહિત કુલ મળીને 17 શખ્સોના નામ સાથેનું તેઓનું લેખિત વિશેષ નિવેદન આપવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી પોલીસે આ 17 પૈકી કોઇની ધરપકડ તો દૂરની વાત છે પૂછપરછ પણ કરેલ નથી.
જો કે, જમીનના મૂળ માલિક દ્વારા પ્રાંત અધિકારી તેઓની વાંધા અરજીની સામે કરેલ હુકમની નારાજ થઈને કલેક્ટરમાં અપીલ કરવામાં આવી હતી જેથી કરીને અગાઉ કલેકટર દ્વારા તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો જેથી જિલ્લાના ડીઆરડીએ નિયામક નવલદાન ગઢવી દ્વારા આ અંગેની તપાસ કરવામાં આવી હતી જેમાં ચોંકાવનારી માહિતીઓ સામે આવેલ હતી અને હુકમ કરનાર અધિકારી ઘણી ક્ષતિ-ખામીઓ રાખેલ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને ડીઆરડીએ નિયામકના રિપોર્ટ આધારે મોરબીના કલેક્ટર દ્વારા સરકારમાં ધગધગતો રિપોર્ટ કરી દેવામાં આવેલ છે અને તે અંગેની વાત તેઓએ પત્રકારોને ગત શનિવારે જ આપેલ હતી. જો કે, જેપર ગામના ખાતા નંબર 158 અને સર્વે નંબર 602 વાળી જમીનના મૂળ માલિકે કરેલ અપીલની ગઇકાલે મુદત હતી જેમાં કલેક્ટર લાલઘૂમ થઈ ગયા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રાંત અધિકારી દ્વારા જે વારસાઈ એન્ટ્રી મંજૂર કરવામાં આવી છે તે ખોટી વારસાઈ એન્ટ્રી કરવામાં આવી છે જેથી કરીને જમીનના મૂળ માલિકે કલેકટરમાં અપીલ કરેલ છે અને આ અપીલ કેસમાં ગઇકાલે મુદત હતી ત્યારે અપીલ કરનારના પરિવારજનો તેઓના વકીલ સાથે કલેક્ટરની કોર્ટમાં હાજર રહ્યા હતા જો કે, ખોટા મરણના દાખલા અને ખોટા વરસાઈ આંબા સહિતના ખોટા આધાર પુરાવો ઊભા કરીને વારસદાર બનેલ દીકરી એટ્લે કે શાંતાબેન મનજીભાઈ પરમાર હાજર રહ્યા ન હતા અને તેના વકીલ ત્યાં હાજર હતા જો કે, આ જમીન લેનાર સાગર અંબારામભાઈ ફુલતરીયા કે તેના વકીલ કોઈ હાજર ન હતા જેથી ત્યારે કલેકટરે કહ્યું હતું કે, “શાંતાબેન હાજર કેમ થતાં નથી: ત્યારે તેના વકીલે કહ્યું હતું કે “શાંતાબેન મળતા નથી”
જેથી કલેક્ટર આ જવાબ સાંભળીને લાલઘૂમ થઈ ગયા હતા અને કહ્યું હતું કે, “આ કેસ હાલમાં મોરબીમાં સળગે છે હું આમાં તારીખ નહીં આપું” ત્યારે શાંતાબેનના વકીલે મુદત માટે વારંવાર વિનંતી કરી હતી જેથી કલેકટરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે “7/4/25 છેલ્લી તારીખ આપું છું” તેવું અપીલ કરનારાના હાજર રહેલા પરિવારજન પાસેથી જાણવા મળેલ છે. અત્રે ઉલેખનીય છેકે, શાંતાબેન મનજીભાઈ પરમાર પોલીસને મળતા નથી, તેના વકીલને મળતા નથી, કલેક્ટરની અપીલ કોર્ટમાં હાજર રહેતા નથી જેથી શાંતાબેન પરમારના અસ્તિત્વ સામે જ હવે સવાલો ઊભા થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે. ત્યારે શાંતાબેન મનજીભાઈ પરમાર કયારે પ્રગટ થશે તે તો આગામી સમય જ બતાવશે.