વાંકાનેરના નવાપરામાં ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા રામેશ્વર બાલ સંસ્કાર કેન્દ્ર શરૂ કર્યું
મોરબીમાં જો સોગંદનામાં પછી આવાસ યોજનાના લાભાર્થી મકાન ભાડે આપશે તો FIR સુધીની કાર્યવાહી: કમિશનર
SHARE
મોરબીમાં જો સોગંદનામાં પછી આવાસ યોજનાના લાભાર્થી મકાન ભાડે આપશે તો FIR સુધીની કાર્યવાહી: કમિશનર
મોરબીના બાયપાસ રોડે પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવવામાં આવેલ છે અને લાભાર્થીઓને મકાન આપી દીધેલ છે. જો કે, મૂળ લાભાર્થીઓ દ્વારા તેમણે મળેલા મકાન ભાડે આપેલ છે તેવી માહિતી મહાપાલિકાના અધિકારીઓને મળેલ હતી જેથી મકાન ચેક કરવામાં આવ્યા હતા ત્યારે એક કે બે નહીં પરંતુ 20 થી વધુ મકાનોને ભાડે આપેલ હતા જેથી સીલ કરવામાં આવ્યા છે. અને જે લાભાર્થી સોગંદનામાં કરીને પાછા રહેવા માટે આવશે તેઓ ફરીથી તેના મકાન ભાડે આપશે તો એફઆઈઆર સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
મોરબીના દલવાડી સર્કલ પાસે બાયપાસ નજીક પ્રધાનમંત્રી આવાસ યોજના 608 ફ્લેટ બનાવવામાં આવેલ છે અને તેનો ડ્રો કરીને લાભાર્થીઓને મકાન આપી દેવામાં આવેલ છે જો કે, મૂળ લાભાર્થીઓને બદલે ભાડૂઆત રહેતા હોવાનું સામે આવ્યું હતું જેથી અગાઉ મહાપાલિકાની ટીમે સ્થળ ઉપર જઈને મૂળ માલિકોને નોટિસ આપવામાં આવેલ હતી. તેમ છતાં ઘણા ભાડુંઆતોએ મકાન ખાલી કરેલ ન હતા જેથી કરીને આવાસ યોજના જે મકાનમાં ભાડુઆત રહેતા હતા તેવા 20 મકાન સીલ કરવામાં આવેલ છે.
મહાપાલિકાની ટીમે કવાર્ટરને સીલ કરતાં પહેલા નોટિસ આપેલ હતી જેથી કરીને ઘણા લોકો તેમના કવાર્ટરમાં રહેવા માટે માલ સમાન લઈને આવી ગયા છે જો કે, ઘણા મકાન આજની તારીખે પણ બંધ હાલતમાં છે અને અમુક મકાનોમાં લાભાર્થીને મકાન આપવામાં આવ્યું ત્યારથી તે રહેવા માટે આવેલા જ નથી જેથી આવા લાભાર્થીઓની સામે આગામી દિવસોમાં આકરી કાર્યવાહી મહાપાલિકા દ્વારા કરવામાં આવશે અને ખાસ કરીને અત્યારે ચેકિંગ ચાલી રહ્યું છે ત્યારે ઘણા લોકો ત્યાં રહેવા માટે આવેલ છે પરંતુ લાભાર્થી સોગંદનામાં કરીને પાછા રહેવા માટે આવ્યા છે તેઓ ફરીથી તેના મકાન ભાડે આપશે તો એફઆઈઆર સુધીની કાર્યવાહી કરવામાં આવશે. તેવી માહિતી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ પત્રકારોને આપેલ હતી.
મહાપાલિકા દ્વારા ધડોધડ ક્વાર્ટર સીલ કરવામાં આવી રહ્યા હતા જેથી કરીને આકરી કાર્યવાહીથી બચવા માટે અમુક આસામીઓ આજની તારીખે તેનો સમાન લઈને કવાર્ટરમાં રહેવા માટે આવી ગયા હતા. પરંતુ ભવિષ્યમાં તેઓ પોતાને મળેલા મકાન ભાડે ન આપે તેના માટે થઈને સ્થળ ઉપર પંચ રોજકામ કરીને મહાપાલિકાની ટીમે સુચના લગાવેલ છે. જેથી ભવિષ્યમાં ચેકિંગ કરવામાં આવે ત્યારે પણ મૂળ માલિક રહે છે કે પછી ભાડુંઆત તે ચેકિંગ માટે ગયેલ ટીમના ધ્યાને તાત્કાલિક આવી જશે.
મોરબી સિવિલ હોસ્પિટલમાં સીલીકોસીસ રોગની અદ્યતન સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ
મોરબીમાં જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ) ખાતે ફેફસાના રોગો તથા પલ્મોનરી ટ્યુબરક્યુલોસીસ અને સીલીકોસીસ રોગની અદ્યતન સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે. સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર ઓપીડી, રૂમ નંબર 20 ખાતે એક્સ રે, બ્લડ ઇન્વેસ્ટિગેશન, સીટી સ્કેનની સુવિધા તથા જરૂરી તમામ દવાઓ સહિતની સારવાર વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે