હળવદમાં કેમ ગામમાં હવા કરે છે કહીને યુવાનને મારમાર્યો, ટાંટિયા ભાંગી નાખવાની ધમકી
વાંકાનેર શહેર, તાલુકા અને માળિયા તાલુકામાં દારૂની ત્રણ રેડ: 146 બોટલ દારૂ સાથે પાંચની ધરપકડ, બે ની શોધખોળ
SHARE
વાંકાનેર શહેર, તાલુકા અને માળિયા તાલુકામાં દારૂની ત્રણ રેડ: 146 બોટલ દારૂ સાથે પાંચની ધરપકડ, બે ની શોધખોળ
મોરબી જિલ્લામાં વાંકાનેર શહેર વાંકાનેર તાલુકા અને માળિયા તાલુકામાં દારૂની જુદી જુદી ત્રણ જગ્યા ઉપર રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને દારૂની નાની મોટી 146 બોટલો મળી આવતા પોલીસે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની રાબેતા મુજબની છે
જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર સિટી પોલીસ ની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે રાજકોટ રોડ ન્યારાના પેટ્રોલ પંપ સામે રેલવે ગરરાળા પાસેથી પસાર થતી કાર નંબર જીજે 7 એઆર 4307 ને રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે કારમાંથી દારૂની મોટી 60 અને નાની 45 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે કુલ મળીને 40,188 રૂપિયાની કિંમતનો દારૂ તથા એક લાખ રૂપિયાની કિંમતની ગાડી તથા બે મોબાઈલ ફોન આમ કુલ મળીને 1,55,188 ની કિંમત કબજે કર્યો હતો અને આરોપી સચિન સુરેશભાઈ ડેડાણિયા રહે. જુના ચંદ્રપુર રોડ જીનપરા વાંકાનેર, ધ્રુવંશ કિરીટભાઈ ગોદડક અને કિરીટભાઈ ઉર્ફે ભુરાભાઈ ગણેશભાઈ ગોદડકા રહે બંન્ને દ્વારકાનગરી સોસાયટી વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી શુભમ ભટ્ટી રહે વીસીપરા વાંકાનેર વાળા નું નામ સામે આવ્યું હોય આ ચારેય શખ્સો સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
માળીયા મીયાણા તાલુકાના મોટી બરાર ગામે પાણીના ટાંકા પાસેથી ઇકો ગાડી નંબર જીજે 36 એએફ 6285 પસાર થઈ રહી હતી જે કારને રોકીને ચેક કરવામાં આવતા કારમાંથી દારૂની 36 બોટલો મળી આવતા પોલીસે 16,740 ની કિંમત નો દારૂ તથા 4 લાખ રૂપિયાની કિંમતની ગાડી અને એક મોબાઇલ ફોન આમ કુલ મળીને 4, 21,740 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિક્રમભાઈ જેસંગભાઈ મિયાત્રા (40) રહે મોટા દહીસરા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન મુન્નાભાઈ રહે. જસાપર વાળા નું નામ સામે આવ્યું હોય પોલીસે બંને સામે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે
વાંકાનેર તાલુકાના રાતાવિરડા રોડ ઉપર સરતાનપર ગામ પાસે આવેલ મંદિર પાસે જાહેરમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યાંથી પ્લાસ્ટિકના બાચકામાંથી દારૂની 5 બોટલો મળી આવતા પોલીસે 3430 ની કિંમત નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી અરવિંદભાઈ વાઘાભાઈ જરવરીયા (33) રહે સરતાનપર તાલુકો વાંકાનેર વાળા ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે