મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામ પાસે આઇપીએલ ની મેચ ઉપર ક્રિકેટ રમતા એક પકડાયો, એકની શોધખોળ


SHARE





મોરબીના ગાળા ગામ પાસે આઇપીએલ ની મેચ ઉપર ક્રિકેટ રમતા એક પકડાયો, એકની શોધખોળ

મોરબી તાલુકાના ગાળા ગામ પાસે પેપરમીલ નજીક આઈ પી એલ ની ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા 5000 તથા મોબાઈલ ફોન મળીને 10,000 ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે અને એક શખ્સ નું નામ સામે આવ્યું હોય પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગાળા ગામ પાસે બ્રીઓટા પેપર મીલ પાસે આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમવા માટે થઈને આઈડી મેળવી આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી રોકડા 5000 રૂપિયા તથા એક મોબાઈલ ફોન મળીને 10,000 ના મુદ્દામાલ સાથે શૈલેષભાઈ ભુરાભાઈ જોશી (30) રહે બ્રીઓટા પેપર મીલની ઓરડીમાં ગાળા મૂળ રહે. ડેડાવા ગામ બનાસકાંઠા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન અરવિંદભાઈ રહે. વાવ તાલુકો બનાસકાંઠા વાળાનું નામ સામે આવ્યું હોય બંને સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને અરવિંદભાઈ ને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News