હળવદમાં કેમ ગામમાં હવા કરે છે કહીને યુવાનને મારમાર્યો, ટાંટિયા ભાંગી નાખવાની ધમકી
SHARE






હળવદમાં કેમ ગામમાં હવા કરે છે કહીને યુવાનને મારમાર્યો, ટાંટિયા ભાંગી નાખવાની ધમકી
હળવદના આંબેડકર નગર સર્કલ પાસે યુવાન હતો ત્યારે તેને રોકીને કેમ ગામમાં હવા કરેશ અને છોકરીઓ સામે જોવે છે તેવું કહીને બોલાચાલી કરી ગાળો આપી હતી તથા ઢીકા પાટુનો મૂઢમાર માર્યો હતો અને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી વિગત મુજબ હળવદમાં રાવલફળી ખાતે રહેતા નયનગીરી પ્રવીણગીરી ગોસાઈ (40) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રવિભાઈ મનુભાઈ રબારી રહે. વેગડવાવ તાલુકો હળવદ વાળા ની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે હળવદમાં આવેલ આંબેડકર સર્કલ પાસે ગોસાઈ સિંગ સેન્ટર દુકાન બહાર આરોપીએ ફરિયાદી પાસે આવીને કેમ ગામમાં હવા કરેશ અને છોકરીઓ સામે જોવે છે તેવું કહીને ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી ગાળો આપી હતી અને મોઢા, પડખા તથા જમણા પગ ઉપર ઢીકા પાટુનો માર મારીને ઇજાઓ કરી હતી તથા ટાટિયા ભાંગી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

