મોરબી: અકસ્માત વળતરના કેશમા ૧૮ લાખનું વળતર અપાવતી કોર્ટ મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અધિક માસની અમાસ નિમિત્તે ૨૦ માતાઓનું સેવા-સન્માન મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા, 1.97 લાખનો મુદામાલ કબ્જે: 2 ની શોધખોળ  મોરબીની આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમતા વૃદ્ધને આપ્યું નવજીવન કોરોનાએ છીનવી માતાની છત્રછાયા તો સરકાર બની માવતર: મોરબીની દીકરીને લગ્ન પ્રસંગે મળી બે લાખની આર્થિક સહાય PM CARES for Children: મોરબીના કલેક્ટરે બાળકો સાથે વન-ટુ-વન સંવાદ યોજી આત્મીય માર્ગદર્શન આપ્યું મોરબી જિલ્લાના પૂર્વ મંજૂરી મેળવેલ બાગાયતદાર ખેડૂતોને યોજનાકીય લાભ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા ખાનગી કંપનીના વીજ પોલના વળતર મામલે ઉગ્ર બનતા ખેડૂતો: મોરબીના જેતપર ગામે હવે બિન રાજકીય આમરણાંત ઉપવાસ આંદોલનના માંડણ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં હીટ વેવને પગલે 25 બેડની વ્યવસ્થા કરાઈ: 25 એમ્બુલન્સ લૂ લાગવાના કેસમાં તાત્કાલિક સારવાર માટે સજ્જ


SHARE











મોરબી જીલ્લામાં હીટ વેવને પગલે 25 બેડની વ્યવસ્થા કરાઈ: 25 એમ્બુલન્સ લૂ લાગવાના કેસમાં તાત્કાલિક સારવાર માટે સજ્જ

વધારે પડતી ગરમી અને હવામાન વિભાગની હીટ વેવની આગાહીને આરોગ્ય તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. આરોગ્ય તંત્ર તરફથી લુ લાગવાના કેસો માટે જિલ્લા હોસ્પિટલ મોરબી તેમજ સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ વાંકાનેર અને હળવદ ખાતે અલગ 5-5 બેડ ની વ્યવસ્થા તેમજ 5 સામુહિક આરોગ્ય કેંન્દ્રો ખાતે 2 બેડ એમ કુલ 25 બેડની વ્યવસ્થા કરેલ છે.

મોરબી જિલ્લામાં આગામી દિવસોમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. આવા સંજોગોમાં લુ લાગવાની શક્યતા વધુ રહે છે. વધુ પડતી ગરમીના કારણે લુ લાગવાના (સન સ્ટ્રોક) કેસો ખાસ કરીને શ્રમિકો અને ખેત મજૂરોમાં બનવા પામે છે. જે ઘણીવાર જીવલેણ પણ બની શકે છે. અસહય ગરમીમાં ભારે પરિશ્રમ કરવાથી શરીરનું તાપમાન વધી જાય છે. સામાન્ય રીતે શરીરનું તાપમાન પરસેવા થવાથી ઘટે છે. પરંતુ બહારનું તાપમાન ખુબજ ઊંચું હોય ત્યારે પરસેવાથી શરીરનું તાપમાન ઘટવાની ક્રિયા અસરકારક રહેતી નથી.

લુ લાગવાના લક્ષણોની વાત કરીએ તો, શરીર અને હાથ પગ દુઃખવા,માથું દુઃખાવુ,  શરીર નું તાપમાન વધી જવું, ખુબજ તરસ લાગવી, ગભરામણ થવી.શરીરમાંથી પાણી ઓછું થઇ જવું, ઉલ્ટી થવી,ઉબકા આવવા,ચક્કર આવવા, આંખે અંધારા આવવા,બેભાન થઇ જવું, અતિ ગંભીર કિસ્સમાં ખેંચ આવવી જેવા લક્ષણો છે. જેથી લુ લાગવાથી બચવા માટે ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું, ટોપી, ચશ્માં, છત્રીનો ઉપયોગ કરવો, ભીના કપડાથી માથું ઢાંકી રાખવું અને જરૂર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લુંછવું, દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પાણી-શરબત કે ઓ.આર.એસ. વગેરે પીવા સહિતના પગલાં લેવા લોકોને અપીલ કરવામાં આવી છે.

કોઈપણ વ્યક્તિને માથાનો દુઃખાવો, બેચેની, ચક્કર આવવા, ઉબકા કે તાવ આવે તો તરત જ નજીકના પીએચસી કે હોસ્પિટલનો સંપર્ક કરવા અને મોરબી જિલ્લામાં આવેલ 25 એમ્બુલન્સીસમાં લુ લાગવાના કેસોમા સારવાર થઇ શકે તે માટે આઇસપેક, આઇસબોક્સ, કોલ્ડ ટુવાલ, બિપી ઇન્સ્ટ્રુમેન્ટ, થર્મોમિટર, સ્ટેથોસ્કોપ, ગ્લુકોમિટર, આઇ.વી. ઇન્ફ્યુજન ની વ્યવ્સ્થા કરવામાં આવી છે. તેવું જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવે જણાવ્યુ છે.






Latest News