મોરબીના વાવડી ગામેથી ચોરી થયેલ બાઈકનો વિમો આપવા ગ્રાહક કોર્ટે કર્યો આદેશ
મોરબીના આધેડને યુ.સી.ડી. શાખા દ્વારા આજીવિકા મિશન યોજના હેઠળ લોન સહાય અર્પણ
SHARE







મોરબીના આધેડને યુ.સી.ડી. શાખા દ્વારા આજીવિકા મિશન યોજના હેઠળ લોન સહાય અર્પણ
મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખાની દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન યોજના હેઠળ બેંક મારફત લોન સહાય આપવામાં આવેલ છે.
મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા પંડિત દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન યોજના અંતર્ગત સ્વરોજગાર લોન સહાય ઘટક હેઠળ મહાનગરપાલિકા વિસ્તારના લોકો માટે નાના પાયે ધંધો-રોજગાર શરુ કરવા માટે બે લાખ સુધીની બેંક મારફત લોન સહાય આપવામાં આવે છે આ યોજનામાં બે લાખની લોન પર ૭ % વ્યાજ પર સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે મહાનગરપાલિકાના વોર્ડ નં ૧૧ ના મકરાણી વાસ વિસ્તારમાં રહેતા આગરીયા સલીમભાઈ જીવાભાઈ દ્વારા યુ.સી.ડી. શાખામાં પેસેન્જર રિક્ષા માટેની અરજી કરેલ હતી જે અરજી બેંક ઓફ બરોડા, કેપિટલ માર્કેટ બ્રાંચ દ્વારા મંજુર કરી તેઓને બે લાખની લોન સહાય મળેલ જે લોન મળતા તેઓની આજીવિકા અને આર્થિક પરિસ્થિતિમાં સુધાર આવેલ લોન મળ્યા બદલ આ અંગે તેઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
ટંકારામાં ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા.૧૫-૦૪-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ મોરબી હાઇવે, રામદેવપીરના મંદિરની બાજુમાં, આઈ.ટી.આઈ. ટંકારા ખાતે તાલુકા કક્ષાના ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક/ એસએસસી/ એચએસસી/ આઇટીઆઇ/ સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ ઉમેદવારો ભરતી મેળામાં ઉપસ્થિત રહી શકશે.
