લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ 3700 ના મુદામાલ સાથે પકડાયો એકની શોધખોળ


SHARE

















મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ 3700 ના મુદામાલ સાથે પકડાયો એકની શોધખોળ

મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ કોહિનૂર રસની દુકાન પાસે આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે એલસીબીની ટીમે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ક્રિકેટ મેચ ઉપર સટો રમતા એક શખ્સ મળી આવેલ હતો જેથી તેની પાસેથી 3700 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો અને હાલમાં એ ડિવિઝન ખાતે બે શખ્સોની સામે ગુનો નોંધવામાં આવેલ છે.

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ કોહિનૂર રસની દુકાન પાસે જાહેરમાં ફોન ઉપર વાતચીત કરીને ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા હોવાની હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ચેન્નઈ સુપર કિંગ અને કલકત્તા નાઈટ રાઈડર્સ ટીમ વચ્ચેની મેચ ઉપર હાર જીતનો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે કાસમભાઇ ઉર્ફે ગાંધી મામદભાઇ દલ રહે. વજેપર શેરી નં-5 મોમડેરીની બાજુમાં મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 3200 રોકડા કરતા 500 ની કિંમતનો મોબાઇલ આમ કુલ મળીને 3700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો ને તેની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન રસીદ જુમાભાઈ ચૌહાણ રહે. જુના બસ સ્ટેશન પાસે મસ્તાના બાપુની દરગાહની બાજુમાં મોરબી વાળા સાથે રનફેરનો જુગાર રમતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ બંને શખ્સની સામે એ ડિવિઝનમાં ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

વરલી જુગાર

મોરબીના વાંકાનેર દરવાજા પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રામદેવભાઈ ખીમજીભાઈ કોલાદરા (43) રહે. બહાદુરગઢ તાલુકો માળીયા વાળો વરલી જુગાર આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી 800 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની પ્રાથમિક દરમિયાન વિજયભાઈ ભીખાભાઈ પટેલ રહે. વાવડી રોડ ભક્તિનગર મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય બંને સામે ગુનો નોંધી વિજયભાઈ પટેલને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

વરલી જુગાર

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મનીષ વિદ્યાલયની સામેના ભાગમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા પ્રાણજીવનભાઇ લવજીભાઇ ભૂત (47) રહે. નંદનવન સોસાયટી મોરબી વાળો મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી 2,000 ની રોકડ કબજે કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન વિજયભાઈ ભીખાભાઈ પટેલ નું નામ સામે આવ્યું હોય બંને સામે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને વિજયભાઈ પટેલને આ ગુનામાં પણ પકડવા માટે તજવીજ ચાલી રહી છે.




Latest News