મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ 3700 ના મુદામાલ સાથે પકડાયો એકની શોધખોળ
મોરબીમાં ડો.બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા યોજાશે
SHARE









મોરબીમાં ડો.બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા યોજાશે
ભારતના (સંવિધાન) બંધારણના ઘડવૈયા વિશ્વ રત્ન મહામાનવ ડો.બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મજયંતિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી શહેરમાં ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં સોમવારે .બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા શહેરના રેલવે સ્ટેશનથી શરૂ કરવામાં આવશે અને સવારે 9:30 કલાકે શરૂ થઈ મુખ્ય પોસ્ટથી નગર દરવાજા ચોક થઈ મહાનગરપાલિકા ખાતે આવેલ ડો. બાબાસાહેબની પ્રતિમા પાસે ફુલહાર કરીને બપોરના 2:30 કલાકે પૂર્ણ કરવામાં આવશે અને મોરબીના ઇતિહાસમાં પહેલીવાર આ શોભાયાત્રામાં ડો.બાબા સાહેબ આંબેડકરજીએ લિખિત બંધારણને હાથીની અંબાળી ઉપર દેશી ઢોલના સથવારે મોરબી શહેરના રેલીના રૂટ પર નીકળશે. ત્યારે આ ભવ્ય શોભાયાત્રામાં મોરબી શહેરની જાહેર જનતાને જોડાવા સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.
