ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી મોરબીના મોડપર ગામેથી બોલેરો લઈને મજૂર લેવા હળવદ ગયેલ યુવાન ગુમ મોરબીના બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુ અટકાયતી કામગીરી હાથ ધરાઈ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુનામાં વધુ ત્રણ આરોપી પકડાયા મોરબીમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં નગર દરવાજા ચોકમાં તાજીયાનું વિસર્જન કરાયું પ્રાથમિક સુવિધા નહી મળે તો મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં વિસાવદર વાળી થશે: સ્થાનિક લોકોની ચીમકી ટંકારાના નેકનામ ગામે વાડી પાસે પાર્ક કરેલા બાઈકની ચોરી
Breaking news
Morbi Today

હળવદના નવા ઇસનપુર ગામે રહેતા યુવાને જોગડ ગામની સીમમાં પોતાની વાડીએ ઝેરી દવા પી ને કર્યો આપઘાત


SHARE

















હળવદના નવા ઇસનપુર ગામે રહેતા યુવાને જોગડ ગામની સીમમાં પોતાની વાડીએ ઝેરી દવા પી ને કર્યો આપઘાત

હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામના યુવાને જોગડ ગામની સીમમાં આવેલ પોતાની વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને મૃતક યુવાનનો ભાઈ સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામે રહેતા બળદેવભાઈ સોંડાભાઈ મકવાણા (41)હળવદ તાલુકાના જોગડ ગામની સીમમાં આવેલ પોતાની વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મૃતક યુવાનના ભાઈ ઈશ્વરભાઈ સોંડાભાઈ મકવાણા હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં આગળની તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના જી.પી. ટાપરિયા ચલાવી રહ્યા છે

એક બોટલ દારૂ

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ કારખાના પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને રૂપિયા 673 ની કિંમતની દારૂની બોટલ કબ્જે કરી હતી અને આરોપી સિધ્ધરાજસિંહ હીરાલાલ પાલ (21) રહે. ઊંચી માંડલ ગામની સીમ સિમોલા કારખાનાની મજૂરની ઓરડીમાં મૂળ રહે. યુપી વાળા ની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

એક બોટલ દારૂ

મોરબીના વીસીપરા મેન રોડ ઉપર ફાટક પાસેથી પસાર થઈ રહેલા બાઇક નંબર જીજે 36 જે 6597 ના ચાલકને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 700 ની કિંમતની દારૂની બોટલ તથા બાઈક મળીને 40,700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અનિલભાઈ લાલજીભાઈ પરમાર (27) રહે. હડમતીયા પ્લોટ વિસ્તાર વૈભવ હાર્ડવેર ની બાજુમાં તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.




Latest News