મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનને ગોળા, પગ અને ઘૂંટીમાં ફ્રેક્ચર
મોરબીમાં પત્ની રિસામણે હોય અને આર્થિક સંકડામણ પણ હોવાથી યુવાને જીવન ટૂંકાવ્યું: ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
SHARE







મોરબીમાં પત્ની રિસામણે હોય અને આર્થિક સંકડામણ પણ હોવાથી યુવાને જીવન ટૂંકાવ્યું: ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
મોરબીના સોઓરડી વિસ્તારમાં રહેતા યુવાને પત્ની રિસામણે હોય અને આર્થિક સંકડામણ પણ હતી જે બનનેથી કંટાળીને પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સોઓરડી વિસ્તારમાં રહેતા રમેશભાઈ લાલજીભાઈ ચૌહાણ (35)એ ગઈકાલે કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના સગા સંબંધી યુવાનના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની તપાસ કરી રહેલા એમ.આર.ચૌહાણએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, મૃતક યુવાનની પત્ની રિસામણે માવતરના ઘરે છે અને આર્થિક સંકડામણ પણ હતી જેથી કંટાળીને પોતે પોતાની જાતે અંતિમ પગલું ભરી લીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને યુવાને આપઘાત કરી લેતા તેના ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
સાપ કરડી જતાં સારવારમાં
વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર કારખાનાના લેબર કવાર્ટર પાસે વનરાજભાઈ કમાભાઈ ડામોર (23) નામના યુવાનને સાપ કરડી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતા ખોડાભાઈ મહાદેવભાઈ સાતોલા (33) નામનો યુવાન ખટારો લઈને માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર હરીપર ગામ પાસેથી પસાર થયો હતો ત્યારે કોઈ અન્ય વાહન સાથે અકસ્માત થતા યુવાનને ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

