મોરબીના શોભેશ્વર રોડે વાણીયા સોસાયટીના મકાનમાંથી 18 બોટલ દારૂ સાથે એકની ધરપકડ
મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનને ગોળા, પગ અને ઘૂંટીમાં ફ્રેક્ચર
SHARE









મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનને ગોળા, પગ અને ઘૂંટીમાં ફ્રેક્ચર
મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઈવે રોડ ઉપરથી યુવાનો બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને ટ્રકના ચાલકે ટક્કર મારી હતી જેથી અકસ્માત થયો હતો તે બનાવમાં યુવાનને ગોળા, પગ અને ઘૂંટીના ભાગે ફ્રેક્ચર જેવી ઈજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ વધારે તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે ગોકુલનગરની પાછળના ભાગમાં સીતારામનગરમાં રહેતા વિનોદભાઈ બચુભાઈ બરાસરા (26)એ ટ્રક નંબર એમએચ 23 એયુ 9399 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છેકે, મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ શક્તિ ચેમ્બરથી ફરિયાદી પોતાનું બાઈક નંબર જીજે 36 એએચ 0259 લઈને સરતાનપર રોડ ઉપર જઈ રહ્યો હતો દરમિયાન લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની કટ પાસે તેણે પોતાનું બાઈક ઉભું રાખ્યું હતું દરમિયાન ટ્રક ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ભોગ બનેલ યુવાનને જમણી બાજુના ગોળા, ડાબા પગના પંજા તથા ઘુટીના ભાગે ફેકચર જેવી ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બાળક સારવારમાં
માળીયા તાલુકાના ખીરઈ ગામે રહેતા મુસ્તાકભાઈ કટિયાના છ વર્ષના દીકરા સરફરાજને કોઈ અજાણ્યા બાઈક ચાલકે ખીરઈ ચોકડી પાસે હડફેટે લેતા અકસ્માત થયો હતો અને તે બનાવમાં ઈજા પામેલ બાળકને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી હતી
