વાંકાનેર પાલિકામાં ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી ઉજવાઇ
મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ કરનારા આરોપીની ધરપકડ
SHARE







મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ કરનારા આરોપીની ધરપકડ
એમપીથી મજૂરી કામ માટે મોરબી આવેલ પરિવાર મોરબી તાલુકાનાં બેલા ગામની સીમમાં આવેલ કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહી મજૂરી કામ કરતો હતો અને ટે પરિવારની સગીર દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદમાં તે પરિવાર તેના વતન ગયો હતો ત્યાં સગીરા સગર્ભા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને જીરો નંબરથી ફરિયાદ આવેલ હતી જેની તપાસમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને થોડા સમય પહેલા મોરબીના બેલા ગામની સીમમાં આવેલ કારખાનામાં લેવર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારની સગીર દીકરીની સાથે ગત તા.1/8/24 થી 31/8/24 દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે લેબર ક્વાર્ટરમાં બળજબરી કરીને દુષ્કર્મ કર્યું હતું જો કે ત્યાર બાદ સગીરાનો પરિવાર તેના વતનમાં જતો રહ્યો હતો અને ત્યાં જઈને ખબર પડી હતી કે સગીરા સગર્ભા છે જેથી કરીને મધ્યપ્રદેશ ખાતે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ હતી જે ફરિયાદ ઝીરો નંબરથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવેલ હતી જેથી કરીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.કે.ચારેલની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો હતો દરમ્યાન ફિરોજભાઈ સુમરામ વનરાજભાઈ ચાવડા અને દશરથસિંહ મસાણીએ દુષ્કર્મ, પોકસો અને ધમકી આપવાના ગુનાનો આરોપી મહરાષ્ટ્રના કોલ્હાપૂરમાં હોવાની બાતમી આધારે ત્યાંથી શોધી કાઢેલ છે અને ઓળખ પરેડ કરાવતા સગીરાએ આરોપીને ઓળખી બતાવેલ છે જેથી કરીને આરોપી નીરાજસિંહ બલવાનસિંહ ગોડ (20) રહે. સીજહાર બહંગામા મહોલ્લા ડોકરિયા બીજરાવગઢ કટની એમપી વાળની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

