મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ કરનારા આરોપીની ધરપકડ
મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભાના આમ આદમી પાર્ટીએ પ્રભારી-સહપ્રભારી જાહેર કર્યા
SHARE








મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભાના આમ આદમી પાર્ટીએ પ્રભારી-સહપ્રભારી જાહેર કર્યા
આમ આદમી પાર્ટી ગુજરાતના મિશન 2027 અંતર્ગત પ્રદેશમાં પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મોરબી જિલ્લાના ત્રણ વિધાનસભાના પ્રભારી તથા સહપ્રભારીની નીમણુંક કરવામાં આવી છે
મોરબી જીલ્લામાં આવેલ ટંકારા વિધાનસભાના પ્રભારી તરીકે પંકજભાઈ રાણસરીયાની નીમણુંક કરવામાં આવી છે. તેઓ ગત ચૂંટણીમાં મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપરથી લડ્યા હતા. અને પાર્ટીને ટંકારા વિધાનસભા વિસ્તારમાં મજબુત બનાવવા માટે તેઓને વિધાનસભા પ્રભારીની જવાબદારી આપવામાં આવેલ છે. તો વાંકાનેર વિધાનસભાના પ્રભારી તરીકે પંકજભાઈ આદ્રોજા અને મોરબી માળિયા વિધાનસભાના પ્રભારી તરીકે મહાદેવભાઈ પટેલની નીમણુંક કરવામાં આવી છે. આમ જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકના વિસ્તારમાં આમ આદમી પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટેની પ્રદેશની ટીમ દ્વારા કવાયત શરૂ કરવામાં આવેલ છે અને વાંકાનેર વિધાનસભા સહપ્રભારી તરીકે અર્જુનસિંહ વાળા અને ઉસ્માન ગનીભાઇ બાદીની નિમણૂક કરવામાં આવેલ છે.

