મોરબીના બંધુનગર ગામેથી કહ્યા વગર પરણીતા ગુમ વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત મોરબીના ટીંબડી ગામે આંગણવાડીમાં જન્માષ્ટમી ઉજવાઇ મોરબી જિલ્લામાં અનાથ બાળકો માટે સરકારની વિવિધ સહાય યોજનાઓ બની આશીર્વાદ ​​​​​​​મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભ-૨૦૨૬ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ વાંકાનેર શહેરના એનડીપીએસના ગુનામાં આરોપી ઝડપાયો
Morbi Today

મોરબીના જેતપર ગામે નકલી કિન્નરને પકડીને અસલી કિન્નરો દ્વારા મેથી પાક ચખાડી, વાળ કાપીને કપડા ફાડી નાખવામાં આવ્યા !


SHARE





મોરબીના જેતપર ગામે નકલી કિન્નરને પકડીને અસલી કિન્નરો દ્વારા મેથી પાક ચખાડી, વાળ કાપીને કપડા ફાડી નાખવામાં આવ્યા !

મોરબી તાલુકાના જેતપર ગામે નકલી કિન્નરને અસલી કિન્નરોએ ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ જાહેરમાં તેને મેથીપાક ચખાડ્યો હતો આટલુ જ નહી તેના કપડાં કાઢી નાખીને તેના વાળ કાપી નાખ્યા હતા અને ફરી પાછા આ વિસ્તારમાં રૂપિયા માંગવા માટે ન આવવા કહ્યું હતું તેમજ લોકોને પણ આવા નકલી કિન્નરને રૂપિયા ન આપવા માટે અસલી કિનારો દ્વારા અપીલ કરવામાં આવી હતી. જો કે, આ મામલે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી.

ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર ઘણી વખત અસલી કિન્નર અને નકલી ગિરનાર ની વચ્ચે માથાકૂટો થતી હોય આવી ઘટનાઓ અનેક વખત બની ચૂકી છે તેવામાં મોરબી તાલુકાના જેતપર ગામે દુકાને દુકાને જઈને રૂપિયા માંગતા એક નકલી કિન્નરને અસલી કિન્નરો દ્વારા પકડવામાં આવ્યો હતો અને દુકાને દુકાને જઈને રૂપિયા માંગતા આ નકલી કિન્નરને અસલી કિન્નરો દ્વારા જાહેરમાં મેથીપાક ચખાડવામાં આવ્યો હતો તેમજ તેણે પહેરેલા સ્ત્રીના કપડા કાઢી નાખવામાં આવ્યા હતા અને તેના માથા ઉપરના વાળ પણ કાતરથી કાપી નાખ્યા હતા.

ત્યારે આસલી કિન્નરો દ્વારા આ રીતે જે નકલી કિન્નરો પૈસા માંગવા માટે થઈને દુકાને દુકાને ગમે ત્યારે આવતા હોય છે અને ગમે તેટલા રૂપિયા માંગતા હોય છે તેઓને  કોઈએ રૂપિયા આપવા ન જોઈએ અને અસલી કિન્નરો વર્ષમાં એક જ વખત જેતપર ગામે રૂપિયા માંગવા માટે થઈને આવે છે અને દુકાન દિઠ માત્ર 100 રૂરિયા જ લેતા હોય છે તેવું તેમણે જણાવ્યું હતું અને જે નકલી કિન્નરને પકડવામાં આવ્યો હતો તેને ફરી પાછા આ વિસ્તારમાં કોઈ જગ્યાએ પૈસા ન માંગવા માટે પણ આસલી કિન્નરો દ્વારા કહેવામાં આવ્યું હતું આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે જોકે, આ બાબતે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી.




Latest News