મોરબીમાં વર્ષ 2020 નો અખાદ્ય અનાજનો જથ્થાનો આડેધડ નિકાલ કરનાર પેઢીને પુરવઠા વિભાગે ફટકારી નોટિસ
મોરબી નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓએ ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબની મુલાકાત લીધી
SHARE
મોરબી નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓએ ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબની મુલાકાત લીધી
ગાંધીનગરમાં આવેલ ફોરેન્સિલ સાયન્સ લેબ કાયદાના અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના જીવન વિકાસ માટે ઉપયોગી છે. આ હેતુ સિધ્ધ કરવા માટે સંસ્થા પ્રમુખ પી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ મોરબી નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓ માટે એક શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગુજરાત હાઇકોર્ટ પરિસર તથા ફોરેન્સિક સાયન્સ લેબ (FSL) ની મુલાકાત પણ લીધી હતી અને ફોરેન્સિક સાયન્સ લેબ (FSL) માં જુદાજુદા વિભાગો આવેલ છે તેની પણ મુલાકાત લીધી હતી. તે દરમિયાન વિભાગના તજજ્ઞ દ્વારા તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી અને વિદ્યાર્થીઓએ રસપૂર્વક માહિતી મેળવી હતી. આ શૈક્ષણિક મુલાકાતમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી બલદેવભાઇ સરસવાડીયા તેમજ સ્ટાફ મિત્રો સાથે જોડાયા હતા.