મોરબીમાં વર્ષ 2020 નો અખાદ્ય અનાજનો જથ્થાનો આડેધડ નિકાલ કરનાર પેઢીને પુરવઠા વિભાગે ફટકારી નોટિસ
SHARE








મોરબીમાં વર્ષ 2020 નો અખાદ્ય અનાજનો જથ્થાનો આડેધડ નિકાલ કરનાર પેઢીને પુરવઠા વિભાગે ફટકારી નોટિસ
મોરબી જિલ્લામાં સરકારી અનાજને જાહેરમાં ફેંકી દેવાનો સિલસિલો શરૂ થયો હોય તે રીતે બીજા દિવસે મોરબી તાલુકાના અમરેલી ગામ પાસેથી જાહેરમાં ફેંકી દેવામાં આવેલ સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો જેથી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તથા સ્થાનિક ગામના લોકો ત્યા઼ એકત્રિત થયા હતા અને આ અંગેની કલેક્ટર તથા પુરવઠા વિભાગને કોંગ્રેસ દ્વારા જાણ કરવામાં આવી છે અને પુરવઠા વિભાગના અધિકારી કહ્યું હતું કે, વર્ષ 2020 માં જે અનાજનો જથ્થો અખાદ્ય બની ગયેલ હતો તેનો નિકાલ કરવા માટે જે પેઢીને કામ આપેલ હતું તેના દ્વારા આ અનાજનો આડેધડ નિકાલ કરવામાં આવેલ છે જેથી તેને નોટિસ આપવામાં આવેલ છે.
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગરની પાછળના ભાગમાં મંગળવારે આગ લાગવાની ઘટના બની હતી અને જે સ્થળે આગ લાગી હતી ત્યાંથી સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો જેમાં ઘઉં, ચોખા અને દાળનો સમાવેશ થાય છે અને લગભગ 400 થી 500 મણ જેટલો અનાજનો સરકારી જથ્થો જાહેરમાં ફેંકી દેવામાં આવ્યો હતો તે બાબતે જિલ્લાના પુરવઠા વિભાગના અધિકારી તથા ગોડાઉન વિભાગના અધિકારી તપાસ કરી રહ્યા છે તેવામાં બુધવારે મોરબી તાલુકાના અમરેલી ગામ પાસે વાળાની બાજુમાં રાત્રી દરમિયાન કોઈ અજાણ્ય શખ્સ દ્વારા સરકારી ઘઉં, ચોખા અને દાળ નો જથ્થો ફેકવામાં આવ્યો છે.
અંગે સ્થાનિક લોકોના કહેવા મુજબ અંદાજે 35 થી 40 ગુણી એટલે કે સો મણ જેટલો અનાજનો જથ્થો કોઈ ફેંકી ગયેલ છે અને આ અંગેની જાણ થતા મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને માળીયા તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ સંદીપભાઈ કલારિયા ઘટના સ્થળે પહોંચ્યા હતા તથા ગામના લોકો પણ ત્યાં સ્થળ ઉપર એકત્રિત થયા હતા અને આ અંગેની કિશોરભાઈ ચીખલીયા દ્વારા મોરબી જિલ્લા કલેકટર તથા પુરવઠા વિભાગના અધિકારીને ટેલીફોનિક જાણ કરવામાં આવી હતી અને સરકારી અનાજનો જથ્થો ફેંકી દેનાર જે કોઈ બેદરકાર અધિકારી કે કર્મચારી હોય તેની સામે પગલાં લેવાની માંગ કરેલ છે
છેલ્લા બે દિવસથી સરકારી અનાજનો જથ્થો જાહેરમાં ફેંકવામાં આવેલ હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે આ બાબતે જિલ્લાના પુરવઠા અધિકારી જૈમિન કાકડીયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, વર્ષ 2019-20 માં પુરના લીધે સરકારી અનાજનો 973 ક્વિન્ટલ જથ્થો અખાદ્ય બની ગયેલ હતો જેથી નિયમ મુજબની કાર્યવાહી કરીને સુરેન્દ્રનગરની વિન એગ્રો ટેક નામની પેઢીને તેનો નિકાલ કરવા માટેનું કામ આપવામાં આવ્યું હતું જો કે તે વર્ષમાં તેના મુખ્ય કર્તાહર્તા આદિલભાઈ રફીકભાઈ માંડવિયા નું અવસાન થયેલ હતું જેથી તે અનાજ તેઓના ગોડાઉનમાં જ પડ્યું હતું.
ત્યાર બાદ તે જગ્યાનો તેઓને ઉપયોગ કરવો હતો જેથી તે પેઢીના હાલના સંચાલકો દ્વારા અનાજનો નિકાલ યોગ્ય રીતે કરવાને બદલે આડેધડ નિકાલ કરવામાં આવેલ છે જેથી કરીને તેઓને નોટિસ આપવામાં આવેલ છે. અને અખાદ્ય અનાજનો યોગ્ય નિકાલ કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે. ઉલેખનીય છે કે, આ અખાદ્ય અનાજનો ઉપયોગ કરીને ખાતર બનાવવામાં આવે અથવા તો તેને જમીનમાં ખાડો કરીને ડિકમ્પોઝ કરવાનું હોય છે જો કે, જે પેઢીને કામ આપવામાં આવ્યું હતું તેના દ્વારા આ કામગીર કરવામાં આવી ન હતી અને સરકારી અખાદ્ય અનાજનો જથ્થો જાહેરમાં ફેંકી દેવામાં આવેલ છે. જેથી પ્રશ્નો ઊભા થયેલ છે.

