મોરબી: એનડીપીએસના ગુનાના મુખ્ય આરોપીનો જામીન ઉપર છુટકારો
SHARE
મોરબી: એનડીપીએસના ગુનાના મુખ્ય આરોપીનો જામીન ઉપર છુટકારો
માળીયા(મીં) પોલીસ સ્ટેશનમાંથી ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના જામીન માટે હાઇકોર્ટમા અરજી કરવામાં આવી હતી અને જેમાં બંને પક્ષની દલીલને અંતે આરોપીના જામીન મંજૂર કરવામાં આવેલ છે
માળીયા(મીં) પોલીસ સ્ટેશનમાં એવી ફરીયાદ નોંધાયેલ હતી કે, આરોપીના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનમાંથી વનસ્પતીજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો જેનુ ચોખ્ખુ વજન ૩ કીલો ૯૩૦ ગ્રામ જેની કીંમત રૂપીયા ૩૯,૩૦૦ નો માલ રાખેલ હતો તથા આરોપીઓની અંગજળતી દરમ્યાન મોબાઈલ સાથે મળી આવ્યો હતો જે ગુનામાં આરોપીને માળીયા(મીં) પોલીસે પકડીને મોરબીની ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ (એનડીપીએસ સ્પે.કોર્ટ)માં રીમાંડની માંગણી સાથે રજુ કરતા આરોપીના રિમાન્ડ મંજુર કર્યા બાદ તેને જયુડીશીયલ કસ્ટડીમાં જેલ હવાલે કરેલ હતો અને આરોપી વલીમોહમદ શેરમોહમદ મોવરએ મોરબીના વકીલ દીલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી. આ જામીન અરજીના કામે બન્ને પક્ષે કાયદાકીય દલીલ અને હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા રજુ કર્યા હતા તેને ધ્યાને લઈને બન્ને પક્ષની તમામ દલીલોના અંતે સુપ્રીમ કોર્ટે આપેલ જજમેન્ટ 'સંજય ચાદ્દા વિ. સી.બી.આઈ'ને ધ્યાને લઈ આરોપી પક્ષની દલીલ માન્ય રાખી આરોપીને જામીન પર છોડવાનો હુકમ કરેલ છે. આ કામમાં આરોપીઓ તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ સાવન ડી. મોઘરીયા, મોરબીના વકીલ દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, ક્રિષ્ના જારીયા, આરતી પંચાસરા, મહેશ્વરી મકવાણા રોકાયેલ હતા.