મોરબીના રાજકોટ હાઇવે ઉપર બાઇક સવાર યુવાનને આઇસરના ચાલકે હડફેટે લેતા યુવાન સારવારમાં
SHARE








સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તલસાણા ગામે રહેતા હંસાબા લાખુભા નામના ૭૬ વર્ષના વૃદ્ધા ગામમાં આવેલ દરબારગઢ પાસે બાઈકના પાછળના ભાગેથી નીચે પડી ગયા હોય સારવાર માટે અત્રેની ખાનગી સાગર ઓર્થોપેડિક હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના રફાળેશ્વર ગામે રહેતા દક્ષાબેન નીતિનભાઈ વ્યાસ નામના ૪૫ વર્ષીય મહિલા બાઇકમાં બેસીને જતા હતા.ત્યારે મોરબી શનાળા રોડ પેટ્રોલ પંપ વાળી શેરી નજીક તેઓનું બાઈક સ્સીપ થઇ જતા અકસ્માત બનાવમાં ઇજા થવાથી ખાનગી હોસ્પિટલએ લઇ જવાયા હતા.
મહિલા સારવારમાં
વાંકાનેરના ધમલપર વિસ્તારમાં રહેતા હેમીબેન બટુકભાઈ સરાણીયા નામના ૪૭ વર્ષીય મહિલા વીસીપરા નજીક શાકભાજી લેવા માટે ગયા હતા ત્યાં અજાણ્યા બાઈક વાળાએ તેમને હડફેટ લેતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તે રીતે જ મોરબીના સત્કાર પાર્ટી પ્લોટ નજીક રહેતા નાથાભાઈ કાનજીભાઈ પનારા નામના ૬૨ વર્ષના વૃધ્ધને રાજકોટ હાઇવે ઉપર મીતાણા ગામના ફ્લાઇ ઓવર નજીક વાહન અકસ્માત બનાવમાં ઈજા થતા ૧૦૮ વડે સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

