હળવદના દીઘડીયા ગામે જમીનમાં ભાગ પાડવાની વાત કરવા ગયેલા યુવાન સહિત ચાર વ્યક્તિ ઉપર ચાર શખ્સોનો ધારિયા, પાવડા અને લાકડી વડે હુમલો
SHARE








હળવદના દીઘડીયા ગામે જમીનમાં ભાગ પાડવાની વાત કરવા ગયેલા યુવાન સહિત ચાર વ્યક્તિ ઉપર ચાર શખ્સોનો ધારિયા, પાવડા અને લાકડી વડે હુમલો
હળવદના દીઘડીયા ગામે રહેતો યુવાન વડીલો પાર્જિત ભાઈયુ ભાગની જમીનમાં ભાગ પાડવા બાબતે વાતચીત કરવા માટે થઈને ગયો હતો ત્યારે તેના કૌટુંબિક ભાઈઓ સહિતનાઓ દ્વારા તેના ઉપર ધારિયા, પાવડા અને લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને યુવાન સહિત કુલ ચાર વ્યક્તિઓને શરીર ઉપર આડેધડ મારવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલા લોકોને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દીઘડીયા ગામે રહેતા રાજુભાઈ રણછોડભાઈ નંદેસરીયા (૩૮)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શંકરભાઈ પ્રભુભાઈ નંદેસરીયા, બાબુભાઈ પ્રભુભાઈ નંદેસરિયા, જગદીશભાઈ બાબુભાઈ નંદેસરિયા અને સંજયભાઈ બાબુભાઈ નંદેસરીયા રહે. બધા દીઘડીયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી તથા આરોપીઓની સહિયારી વડીલો પાર્જિત જમીન આવેલ છે અને તે જમીનમાં ભાગ પાડવા બાબતે ફરિયાદી તથા સાહેદ સંજયભાઈ આરોપીઓ પાસે વાતચીત કરવા માટે થઈને ગયા હતા ત્યારે આરોપીઓએ ફરિયાદી તથા સાહેદને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો તથા શંકરભાઈ અને સંજયભાઈએ ધારીયા વડે તથા બાબુભાઈએ પાવડા અને જગદીશભાઈએ લાકડી વડે હુમલો કર્યો હતો અને ત્યારે શંકરભાઈએ તેના હાથમાં રહેલ ધારીયા વડે ફરિયાદીને માથામાં મારમારીને ઈજા કરી હતી જ્યારે સંજય બાબુભાઈ નંદેસરિયાએ સાહેદ સંજયભાઈને માથામાં ધારિયાનો ઘા માર્યો હતો અને ચારેય વ્યક્તિઓએ ભેગા મળીને ફરિયાદી તથા સાહેદને આડેધડ મારતા બંને પગમાં, ખભામાં તથા માથામાં ઇજાઓ થઈ હતી અને સાહેદ સંજયભાઈને માથામાં હેમરાજ જેવી ઈજા થયેલ છે અને અન્ય સાહેદ રમેશભાઈ તથા હરેશભાઈને પણ ઇજાઓ થયેલ હતી જેથી ચારેય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

