મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

ટંકારાના સરાયા ગામ પાસે મશીનમાં હાથ આવી જવાથી યુવાનો અંગુઠો કપાઈ ગયો


SHARE

















ટંકારાના સરાયા ગામ પાસે મશીનમાં હાથ આવી જવાથી યુવાનો અંગુઠો કપાઈ ગયો

ટંકારાના સરાયા ગામ પાસે કારખાનામાં કામગીરી દરમિયાન યુવાનનો હાથ મશીનમાં આવી ગયો હતો જેથી કરીને તેના ડાબા હાથનો અંગૂઠો કપાઈ ગયો હતો તથા આંગળીઓમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સરાયા ગામ પાસે આવેલ સામ કેટલ ફીડ નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા માલકીયા અમિતભાઈ લીંબાભાઈ (42) નામનો યુવાન કારખાનામાં મશીન ઉપર કામ કરી રહ્યો હતો ત્યારે કોઈ કારણસર તેનો ડાબો હાથ મશીનમાં આવી ગયો હતો. જેથી કરીને તેના ડાબા હાથના અંગૂઠા અને આંગળીમાં ઇજા થઈ હતી અને અકસ્માતના બનાવમાં યુવાનનો ડાબા હાથમાં અંગૂઠો કપાઈ ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી જોકે બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે.

મારા મારીમાં ઇજા

મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર સિટી મોલ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં કમલાબેન નવલસિંહ સોની (40) નામની મહિલાને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News