મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત: ઇજા પામેલા પાંચ લોકો સારવારમાં


SHARE

















મોરબીના ઘૂટું ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત: ઇજા પામેલા પાંચ લોકો સારવારમાં

મોરબીના ઘૂટું ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં કુલ મળીને પાંચ વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના ઘૂટું ગામ પાસે બે કાર અથડાઈ હોવાથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં હરેશ મોહનભાઈ બારીયા (30), હરેશ રામજીભાઈ બારીયા (31), ચકીરાભાઈ જીવાભાઈ નીનાધા (49), મેહુલ પ્રકાશભાઈ વડેરા (24) અને નરેશ નશાભાઈ કોદરવી (25) નામના પાંચ વ્યક્તિઓને નાના-મોટી ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનને તેના પિતાએ મારમાર્યો

મોરબીના બાપાસ રોડ નજીક આવેલ લાઈન્સનગર વિસ્તારમાં રહેતા આકાશ દિનેશભાઈ ઉઘરેજા (32) નામના યુવાનને તેના પિતાએ લોખંડના પાઇપ વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

આધેડને પત્ની-દીકરાએ માર માર્યો

મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા રાજેશભાઈ છગનભાઈ નકુમ (50) નામના આધેડને તેના પત્ની અને દીકરાએ મારમાર્યો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબ કાર્યવાહી હાથ ધરી છે




Latest News