મોરબી નજીક નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલકે બાઈકને હડફેટે લેતા દંપતી ખંડિત: પિતા-પુત્રનું મોત, મહિલા સારવારમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની નહીં પરંતુ તેઓએ પાટીદાર સમાજ અને આંદોલનકારીઓની માફી માંગવી જોઈએ: મોરબીથી મનોજ પનારા ​​​​​​​મોરબીમાં ઘરેથી કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયેલ કિશોરીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના સ્નેહમિલનમાં વાંકાનેર તાલુકા-મોરબી શહેર મહિલા કોંગ્રેસનાં નવા પ્રમુખ જાહેર કરાયા મોરબીના જેતપર રોડ ઉપર ટ્રક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતી મહિલાનું મોત હળવદના નવા અમરાપર ગામે બાઈક સરખું ચલાવવા-ઝઘડો નહીં કરવાનું સમજાવતા યુવાનને ચાર શખ્સોએ ધારિયા, પાઇપ અને ધોકાથી માર માર્યો મોરબીના રવાપર રોડ ઉપર રહેતા આધેડ મહિલાએ મચ્છુ-2 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત મોરબીના ચાંચાપર ગામેથી બીમારી સબબ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવેલ અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં સિરામિકની ગરમ રાખ માથે પડતાં દાઝી ગયેલ 6 માસના બાળકનું સારવારમાં મોત


SHARE



































મોરબી નજીક કારખાનામાં સિરામિકની ગરમ રાખ માથે પડતાં દાઝી ગયેલ 6 માસના બાળકનું સારવારમાં મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રમતા છ માસના બાળક ઉપર સિરામિકની ગરમ રાખ પડી હતી જેથી તે બાળક દાઝી ગયું હતું અને તેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે બાળકનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લખધિરપુર રોડ ઉપર કાલિકાનગર પાસે આવેલ કાલી સીરામીક ખાતે રહેતા અને મજૂરી કામ કરતા મહેશભાઈ રાઠવાનો 6 માસનો દીકરો અંકિત ત્યાં ગત તા. 31/5 ના રાત્રિના નવેક વાગ્યાના અરસામાં રમતો હતો દરમ્યાન તેના ઉપર સીરામીકની ગરમ રાખ પડવાના કારણે તે બાળક દાઝી ગયો હતો જેથી તેને દાઝી ગયેલી હાલતમાં પ્રથમ સારવાર માટે મોરબીની સમર્પણ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન આ બાળકનું મોત નીપજ્યું છે જેથી હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

ફિનાઇલ પી જતાં સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલની પાછળના ભાગમાં આવેલ રણછોડનગર વિસ્તારમાં રહેતી અનીષાબેન સલીમભાઈ શેખ (17) નામની સગીરાએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધ સારવારમાં

મોરબી તાલુકાના અમરેલી ગામે રહેતા દિનેશભાઈ કાનાભાઈ ઝિંઝવાડીયા (60) નામના વૃદ્ધ મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ ગુરુકૃપા હોટલ પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન કોઈ અજાણ્યા બાઇક ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી 


















Latest News