મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ મોરબી ત્રાજપર ચોકડી પાસે બાઈકને બસ ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની 227 મી જન્મજયંતિએ કેક કટીંગ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ


SHARE



































મોરબીમાં જલારામ જયંતિએ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવાયુ

જલારામ જન્મજયંતિ નિમિત્તે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહેરના વંચિત વિસ્તારોમાં રહેતાં ગરીબ પરિવારો અને જરૂરિયાતમંદ બાળકોને જલારામ બાપાના પ્રસાદ તરીકે ભોજન કરાવવામાં આવ્યું હતું આ ધાર્મિક પ્રસંગને સામાજિક સંવેદના સાથે જોડીને ભૂખ્યા સુધી ભોજન પહોંચાડવાના આ પ્રયાસ દ્વારા બાપાના સદાવ્રતની પરંપરાને આગળ ધપાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણીને સેવાકાર્યનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. જેમાં આર્થિક રીતે નબળા પરિવારોના બાળકો અને જરૂરિયાતમંદોને ભોજનની સાથે લાગણી, આત્મીયતા અને સન્માનની અનુભૂતિ કરાવવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે. યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક અને માર્ગદર્શક ડૉ. દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે જલારામ બાપાએ પોતાના આચરણથી સાબિત કર્યું છે કે માનવસેવા કરતાં મોટો કોઈ ધર્મ નથી. કોઈ જરૂરિયાતમંદની ભૂખ સંતોષવી એ જ ઈશ્વરની આરાધનાનું શ્રેષ્ઠ સ્વરૂપ છે. ‘રોટલો ત્યાં હરિ ઢૂકડો’ના વિચારમાં જીવનની સૌથી મોટી આધ્યાત્મિક શીખ સમાયેલી છે. અંતમાં તેઓએ જણાવ્યુ હતું કે, યંગ ઇન્ડિયા ગ્રુપની સેવાપ્રવૃત્તિ પાછળ કોઈ વ્યક્તિગત સ્વાર્થ કે પ્રસિદ્ધિની અપેક્ષા નથી. સમાજના જરૂરિયાતમંદ વર્ગને ઉપયોગી થવું અને બાળકોના ચહેરા પર ખુશી લાવવી એ જ સંસ્થાની કામગીરીનો મુખ્ય હેતુ છે. જલારામ જયંતિ નિમિત્તે યોજાનાર ભોજનસેવા પણ આ જ વિચારધારાનું પ્રતિબિંબ છે.


















Latest News